For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Rajkot : રખડતા ઢોર મુદ્દે પોલીસ કમિશનરનું જાહેરનામું, હવેથી રજીસ્ટ્રેશન ફરજીયાત

રાજકોટમાં રખડતા ઢોરને લઈને તંત્ર એક્શનમાં આવ્યુ છે. હવે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી રખડતા ઢોર મુદ્દે કેટલાક મહત્વના દિશા નિર્દેશો જાહેર કર્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

રાજકોટ : રાજકોટમાં રખડતા ઢોરને લઈને તંત્ર એક્શનમાં આવ્યુ છે. હવે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી રખડતા ઢોર મુદ્દે કેટલાક મહત્વના દિશા નિર્દેશો જાહેર કર્યા છે. આ જાહેરનામાંનો ભંગ કરનારાઓ સામે હવે કાર્યવાહી કરવામાં આવશે.

cow

જાહેરનામાં અનુસાર, હવે રાજકોટમાં તમામ માલધારીઓએ તેમના ઢોરનું રજીસ્ટ્રેશન ફરજીયાત કરાવવાનું રહેશે. આના માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેગિંગ કરવામાં આવશે. 12 ડિસેમ્બરથી અમલમાં આવનારા આઓ જાહેરનામાં અનુસાર, હવે રાજકોટ મહાનગરપાલિકા રખડતા ઢોરની સમસ્યાનું નિરાકરણ પણ લઈને આવી છે.

મહાનગરોમાં રખડતા ઢોરનો મોટો ત્રાસ છે ત્યારે હવે રાજકોટ મહાનગરપાલિકા રખડતા ઢોરથી શહેરને આઝાદ કરવા માટે બિનવારસી ઢોરને એનિમલ હોસ્ટલમાં રાખશે. તમામ માલધારીઓને જાહેરનામાનો અમલ કરવા કહેવાયુ છે અને અમલ ન કરનારા સામે કાર્યવાહી કરાશે.

અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલા રાજ્ય સરકાર કાયદો લઈને આવી હતી. જેનો મોટા પાયે વિરોધ થતા કાયદો પરત ખેંચવાની ફરજ પડી હતી.

English summary
Rajkot: Commissioner of Police issued a notification on the issue of stray cattle
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X