ડી ગેંગના શાર્પ શૂટરના પ્રેમમાં પડવું, પડ્યું ભારે, હવે જેલમાં

Subscribe to Oneindia News

જામનગરના એક્સપોર્ટના વેપારી અસફાક ખત્રીની હત્યા કરવા માટે મહારાષ્ટ્રથી આવેલા ડી ગેંગના ચાર શાર્પશૂટરોને બાતમીના આધારે ધરપકડ કરવાના આવી હતી. નાસિકથી રાજકોટ આવતી વોલ્વો બસ માંથી, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આ લોકોને ઝડપી પાડ્યા હતા. ડી ગેંગના 4 શાર્પશૂટરોની ધરપકડ બાદ પોલીસે રિમાન્ડ મેળવ્યા હતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં પોલીસે એક પછી એક સફળતા મળી રહી છે.

d gang

રાજકોટમાંથી ડી ગેંગ શાર્પશુટર રામદાસની ધરપકડ બાદ રિમાન્ડ દરમ્યાન પોલીસ સમક્ષ રામદાસે કેટલાક ઘટસ્ફોટ ખુલાસા કર્યા છે જેને લઇ તપાસ માટે મુંબઈ ગયેલી ક્રાઈમ બ્રાંચની ટીમને મોટી સફળતા મળી હતી, પોલીસે કુલ ૪ આરોપીઓની મુંબઈથી ધરપકડ હતી ૪ માંથી ૨ મહિલા છે રામદાસની પ્રેમિકા અશ્વિની, રીઝવાના શેખ , વિનોદ હોડે અને સતીશ ઉર્ફે સત્યાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ શખ્સો પાસેથી એક ગેરકાયદેસર બંદૂક, ચાર જીવતા કારતુસ અને પાંચ મોબાઈલ કબજે કર્યા છે રાહુલ અને સચિન નામના શખ્સોની પોલીસ દ્વારા પૂછપરછ ચાલુ છે.

ડી ગેંગના શાર્પશૂટર રામદાસની ગર્લફ્રેન્ડ અશ્વિની તેના પિતાને મળવા મુંબઇ જેલમાં જતી ત્યારે રામદાસ પણ જેલમાં હતો. બન્નેની આંખ મળી જતા પ્રેમ થઇ ગયો હતો. કેટલાક સમયથી કેરિયર તરીકે ગર્લફ્રેન્ડ પણ ડી ગેંગમાં જોડાય હતી અને નાનું-મોટુ કામ કરતી હતી. અને રાજકોટ ખાતે રેકી કરવા માટે રીઝવાના અને અશ્વિની સાથે આવી હતી.

રાજકોટના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે માહિતી આપતા કહ્યુ હતું કે 2011-12-13માં આરોપીઓની એકબીજા સાથે મુલાકાત થઇ હતી. રામદાસની પૂછપરછમાં રવિ પુજારી ગેંગના સાગરિત યુસુફ બીચકાના જોડે ૨૦૧૧માં સંપર્ક માં આવ્યો હતો. રામદાસે યુસુફ પાસેથી માણસોની માગ કરી હતી યુસુફે પોતાના માણસો આપ્યા હતા. જેમાંથી વિનોદ, રાહુલ, સચિન રામદાસ, વિનીત અને રીઝવાના રાજકોટ અને જામનગર હત્યાને અંજામ આપવામાં આવ્યા હતા. ભીડભાડને લઇ અંજામ આપી ન શક્ય હતા મુંબઈ પરત ફરી ગયા હતા.

જોકે રામદાસ દ્વારા બીજીવાર યુસુફ જોડે માણસોની માગ કરતા યુસુફે પોતાના સાગરિત આપ્યા હતા જે બાદ અનીલ, સંદીપ , વિનીત અને રામદાસ હત્યાનું કાવતરું રચી નાશિકથી બસ માં રાજકોટ પહોંચતાની સાથે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા હતા હજુ પોલીસ પૂછપરછમાં વધુ લોકોના નામ ખુલે તેવી શક્યતાઓ છે અ મામલે અત્યાર સુધી પોલીસે બે મહિલા સહીત ૮ લોકોની ધરપકડ કરી છે

શાર્પશૂટરની કબૂલાતમાં દાઉદના ભાઈ અનિષનું નામ ખુલ્યુ છે.અનિષ ઈબ્રાહિમ દ્વારા રૂપિયા અપાયા હતા. રિઝવાના શેખ શાર્પશૂટર રામદાસની ધર્મની બહેન છે. જ્યારે જોગેશ્વરીમાં દરોડો પાડ્યો ત્યારે તેની પાસેથી એક પિસ્તોલ,ચાર જીવતા કાર્ટિસ પણ મળ્યા હતા. તેમજ અશ્વિની રામદાસની ગર્લફ્રેન્ડ છે બંને સહીત કુલ ૪ની પોલીસે ધરપકડ કરી છે. વધુમાં સચીન અને રાહુલ અંગે તપાસ ચાલુ છે. યુસુફ બીચકાના રવિ પુજારીનો માણસ છે. આમ ચાર પહેલા ઝડપાયા અને બીજા ચાર પછી એમ કુલ 13 આરોપીઓની ધરપકડ આ કેસમાં થઇ છે.

English summary
Rajkot D gand sharp shooter case, police arrested 2 women in this case.
Please Wait while comments are loading...