જૂનાગઢ, જામનગર અને રાજકોટના ડેમમા પાણીની આવકથી જળસંકટ ટળ્યું
સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદન પગલે જુનાગઢ જિલ્લાના ડેમમાં પાણીની ભારે આવક થઇ છે. જૂનાગઢ શહેરને પાણી પુરૂ પાડતા મુખ્ય ત્રણ ડેમ પૈકી હસ્નાપુર ડેમનીન ઉંડાઇ 45 ફૂટ છે. આ ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે અને તેમાં હાલમાં હસ્નાપુરમાં 19 ફૂટ જળસપાટી છે. આનંદપુર ડેમની ઉંડાઇ 35 ફૂટ છે. જે ૩૦ ફૂટે ઓવરફ્લો થાય છે જ્યારે કે હાલની જળસપાટી 16 ફૂટ છે. જ્યારે જાણીતા વિલિંગ્ડન ડેમની ઉંડાઇ 48 ફૂટ છે આ ડેમ ઓવરફ્લો ૩૦ ફૂટે છે. જયારે આ ડેમની વર્તમાન સપાટી રપ ફૂટ છે.
તો જામનગરમાં જિલ્લામાં પાંચ દિવસ પહેલા મોટાભાગના ડેમ તળિયા ઝાટક હતા તે હવે પાણીથી સભર થઈ ગયા છે. જામનગરમાં પડેલા ધોધમાર વરસાદના પગલે જિલ્લાના તમામ ડેમોમાં નોંધપાત્ર પાણી આવ્યું છે. જેમાંના 13 ડેમ તો ઓવરફ્લો પણ થઈ ચૂક્યા છે. જામનગર જામનગર શહેરને સસોઈ, રણજીતસાગર અને ઉંડ-1માંથી પીવાનું પાણી મળે છ .ત્યારે આ ત્રણેય ડેમમાં પણ પાણીની સારી એવી આવક થતાં શહેરના પીવાના પાણીની ચિંતા હાલ પૂરતી દૂર થઈ છે.

તો રાજકોટ જિલ્લામાં વરસાદ પગલે ડેમોમાં નવા નીરની આવક થઇ છે. જિલ્લાના ડેમોમાં એક થી 20 ફૂટ નવું પાણી આવ્યું છે. રાજકોટ સિંચાઈ વિભાગ હસ્તક 78 ડેમ આવેલા છે. જેમાં નવા નીરની આવક થઇ છે. રવિવારે રાત્રીના આંકડા મુજબ, સિંચાઈ વિભાગ હસ્તકના 78 ડેમોમાંથી 33થી વધુ ડેમોમાં નવા નીરની આવક થઇ છે. જેમાં રાજકોટ જિલ્લાના ભાદર ,ન્યારી ,વેણુ ,મોજ ડેમમાં નોંધપાત્ર આવક થઇ છે












Click it and Unblock the Notifications
