For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2018: સુરત અને રાજકોટનું ડ્રાફ્ટ બજેટ થયું રજૂ

રાજકોટનું ડ્રાફ્ટ બજેટ 17.27 અબજ અને સુરતનું 5378 કરોડસુરતને સ્માર્ટ સીટિ બનાવવા પર ભારરાજકોટ બજેટની આ વખતની થીમ "સ્માર્ટ, લીવેબલ અને સસ્ટેનેબલ"આ અંગે વધુ વાંચો અહીં...

By Lekhaka
|
Google Oneindia Gujarati News

સુરત અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2018-19નું ડ્રાફટ બજેટ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં સુરત મનપા દ્વારા વૈશ્વિક કક્ષાએ શહેરને સ્માર્ટ બનાવવા પર વધુ ભાર મુકાયો હતો, તો રાજકોટ મનપા દ્વારા આ વખતનાં બજેટની થીમ “સ્માર્ટ, લીવેબલ અને સસ્ટેનેબલ” રાખવામાં આવી છે. રાજકોટ મ્યુ. કોર્પોરેશનનું વર્ષ 2018-19નું બમણા પાણી વેરા અને વાહન વેરા વધારાના આકરા કરવેરા સહિત કુલ 44 કરોડના કરબોજાવાળુ સામાન્ય બજેટ મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલને સુપ્રત કર્યું હતું.

Gujarat

બજેટ દરખાસ્ત અંગે મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું કે, 'આ બજેટ સ્માર્ટ લીવેબલ અને સસ્ટેનેબલ'ની થીમ ઉપર બનાવાયું છે. કુલ 17.27 અબજનાં બજેટમાં પાણીવેરો બમણો કરવાની ફરજ પડી છે, કારણ કે પાણી પાછળ 118 કરોડનો ખર્ચ થાય છે અને તેની સામે પાણી વેરાની આવક માત્ર 27 ટકા જેટલી જ થાય છે. કુલ 17.27.57 કરોડના આ બજેટમાં 44 કરોડનો કરબોજો દર્શાવાયો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 5 નવી ઇલેક્ટ્રીક બસ ખરીદવામાં આવશે. જેને શરૂઆતના તબક્કે બીઆરટીએસ રૂટ ઉપર ચલાવવામાં આવશે. નવા 10 સ્થળોએ નવા સાયકલ શેરીંગ ઉભા કરવામાં આવશે. રૂપિયા 50 લાખના ખર્ચે નિધી સોસાયટીથી કાલાવડ સુધી નવા સાયકલ ટ્રેકનું આયોજન કરવામાં આવશે.

મુખ્ય વાતો:

  • રૂપિયા 17.1 કરોડના ખર્ચે 45 જંકશન ખાતે ઇન્ટીગ્રેટેડ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ
  • ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો વધુને વધુ ઉપયોગ કરાવવા 40 સ્માર્ટ બસ સ્ટોપ બનાવવા પ્રસ્તાવ
  • તમામ સ્માર્ટ બસ સ્ટોપને આધુનિક ડિઝાઇન તથા LED ડીસ્પ્લે, CCTV કેમેરા, સોલાર પેનલ તથા PIS
  • શહેરના સર્વેશ્વર ચોક અને ત્રિકોણ બાગ ખાતે સ્માર્ટ પાર્કિંગ પ્રોજેકટ
  • જન ભાગીદારીથી 'રાજકોટ મિત્ર' કાર્ડ
  • શહેર સ્તરે ઓપ્ટીકલ ફાયબર કેબલ તથા સ્માર્ટ પોલ
  • રાજકોટ હાઇવે ફેઝ-2 પ્રોજેકટ અંતર્ગત 600થી વધુ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે

સુરત બજેટ:

સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2018-19નું ડ્રાફટ બજેટ મ્યૂનિસિપલ કમિશ્નર એમ.થેન્નારસન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. પાલિકાનું રૂપિયા 5378 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ગત વર્ષ કરતાં 260 કરોડ જેટલો ઘટાડો કરવામાં આવ્યો હતો. સાથે જ ડ્રાફ્ટ બજેટ રજૂ કરતી વખતે વૈશ્વિક કક્ષાએ શહેરને સ્માર્ટ બનાવવા પર વધુ ભાર મુકાયો હતો. યુઝર ચાર્જીસમાં 336 કરોડ અને મિલકત વેરામાં 207 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

English summary
Budget 2018: Draft Budget of Surat and Rajkot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X