રાજકોટ : વૃદ્ધ માંની આત્મહત્યા નામે પુત્રએ ધક્કો મારી કરી હત્યા

Subscribe to Oneindia News

રાજકોટમાં ગત 27મી સપ્ટે્બર ના રોજ 65 વર્ષીય જયશ્રીબેન નથવાણી નામની વૃધ્ધાએ રાજકોટના 150 ફુટ રીંગ રોડના નાણાંવટી ચોક પાસે આવેલા દર્શન એવન્યુ એપાર્ટમેન્ટના ધાબા પરથી કુદીને આત્મહત્યા કરી લીધી હતી. જો કે આ ઘટનામાં પોલીસને મળેલા એક નનામા પત્રની તપાસ બાદ ચોંકાવનારો વળાંક આવ્યો હતો કે જયશ્રીબેને આત્મહત્યા નહોતી કરી પણ તેમના પુત્ર સંદીપે જ તેમને ધાબા પરથી ધક્કો મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ચોંકાવનારા ખુલાસા બાદ રાજકોટ પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને હત્યા કરનાર પુત્રની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમા જાણવા મળ્યું હતુ કે જયશ્રીબેન બ્રેઇન સ્ટ્રોકની સારવાર માટે જામનગરથી તેમના પુત્રને ત્યાં આવ્યા હતા પણ માતાની સારવારથી કંટાળીને ખુદ તેના જ પુત્રએ ધાબા પરથી ધક્કો મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

crime rajkot

આ બનાવની વિગતો એવી છે કે 65 વર્ષીય જયશ્રીબેન નથવાણી 27મી સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે દર્શન એવન્યુ ખાતેના ધાબા પરથી કુદીને આત્મહત્યા કરી લીધી હતી. તે સમયે ગાંધીગ્રામ પોલીસે નોંધેલા નિવેદનમાં તેના પુત્ર સદિપ નથવાણીએ જણાવ્યું હતુ કે તેમની માતા જામનગરથી સારવાર માટે રાજકોટમાં આવ્યા હતા. પણ બિમારીથી કંટાળીને આત્મહત્યા કરી હોવાની શક્યતા છે. જેથી પોલીસે આ નિવેદનના આધારે કેસની તપાસ પુરી કરી હતી.

સીસીટીવીમાં કેદ થઇ ઘટના

જો કે એક સપ્તાહ પહેલા ગાંધીગ્રામ પોલીસને એક નનામી ચીઠ્ઠી મળી હતી કે જયશ્રીબેને આત્મહત્યા નથી કરી પણ તેના જ પુત્રએ ધક્કો મારીને મોતને ઘાટ ઉતારી દીધા છે. જેથી આ બાબતને ગંભીરતાથી લઇને ફરીથી તપાસ શરૂ કરી હતી. જેમાં દર્શન એવન્યુના સીસીટીવી કેમેરા તપાસ કર્યા હતા અને સંદીપ નથવાણીની પુછપરછ કરવામાં આવી હતી. જેમાં આકરી પુછપરછમાં તેણે કબુલાત કરી હતી કે તેની માતા જામનગરથી સારવાર માટે આવ્યા હતા અને સદીપ અને તેની પત્ની સારવારથી કંટાળી ગયા હતા અને જયશ્રીબેનનો કાંટો કાઢવા માટેનો પ્લાન બનાવ્યો હતો. જે મુજબ જયશ્રીબેનને ધાબા પર લઇ ગયો હતો અને જયશ્રીબેન કઇ સમજે તે પહેલા જયશ્રીબેનને ધક્કો મારીને નીચે ફેંકી દીધા હતા. ત્યારબાદ પોતે નીચે દોડી આવ્યો હતો અને તેની માતાએ આત્મહત્યા કરી છે તેવી સ્થિતિ બનાવીને બધાને ગેર માર્ગે દોર્યા હતા. પણ સીસીટીવી તેની હરકત કેદ થઇ ગઇ હતી. નોંધનીય છે કે સંદીપ મેડીકલ કોલેજમાં આસીટન્ટ પ્રોફેસર તરીકે કામ કરે છે અને તેની માતા નિવૃત શિક્ષિકા હતા. આ બનાવ બાદ આસપાસના લોકો પણ ચોંકી ઉઠ્યા હતા.

English summary
Rajok : Son killed his own mother as pretend it as suicide. Read more details on this crime news here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.