રાજ્યસભા ચૂંટણી માટે ગુજરાતમાંથી મનસુખ માંડવિયા તથા પૂરૂષોત્તમ રૂપાલાની પસંદગી

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ગુજરાત ભાજપમાં ધમધમાટ વધી ગયો છે. અને આગામી 23 માર્ચના રોજ યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી બીજેપીએ જાહેર કરી દીધી છે. જેમા મનસુખ માંડવિયા તથા પુરૂષોતમ રૂપાલાના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ભારતીય જનતા પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ રાજ્યસભાના ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ બિહાર અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી મનસુખ માંડવીય અને પુરુષોત્તમ રૂપાલના નામ જાહેર કરવામાં આવ્યા છે. આગામી 23 માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ તેના 8 ઉમેદવારોની જાહેરાત કરી છે. ગુજરાતમાંથી કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયા અને પુરષોત્તમ રૂપાલાને રિપીટ કરાયા છે. જ્યારે નાણાપ્રધાન અરૂણ જેટલીને ઉત્તરપ્રદેશ મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અરૂણ જેટલી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ હતા પરંતુ આ વખતે વિધાનસભામાં ભાજપની સીટો ઘટી જતા માત્ર બે સભ્યોને રાજ્યસભા મોકલી શકે તેમ છે તેથી જેટલીને યુપી મોકલવામાં આવ્યા છે. રાજ્યમાં પાટીદારો કારણે બંન્ને પાટીદાર નેતાઓને રિપીટ કરાયા છે.

rupala and mansukh

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટો ખાલી થવાની છે. અત્યાર સુધી ચારેય સીટો ભાજપના કબજામાં હતી. પરંતુ આ વખતે ભાજપ માત્ર બે સભ્યોને રાજ્યસભા મોકલી શકશે. કોંગ્રેસનું વિધાનસભામાં સંખ્યાબળ વધતા બે સભ્યો તેના રાજ્યસભામાં પહોંચશે. મનસુખ માંડવિયાએ આ અંગે ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહનો આભાર માન્યો હતો. ભાજપ પક્ષ જે રીતે પોતાનો ફેલાવો વધારતો જાય છે તે જોતા હવે તમામ ચૂંટણીઓમાં ભાજપા દીર્ધદ્રષ્ટિથી જ ઉમેદવારોની પસંદગી કરે છે. મનસુખ માંડવિયા અને ખાસ તો પુરુષોત્તમ રૂપાલા ગુજરાત ભાજપના કાર્યકરોમાં તથા પક્ષમાં માનવતું સ્થાન ધરાવે છે અને ઠીક ઠીક લોકપ્રિય પણ છે તેથી રાજ્યસભાની ચૂંટણીમાં તેમનું નામ પસંદ થયું હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું.  રાજ્યસભાની ચૂંટણી માટે ઉત્તર પ્રદેશમાંથી અરૂણ જેટલી, મધ્યપ્રદેશમાંથી થાવરચંદ ગેહલોત અને ધર્મેન્દ્ર પ્રધાનનું નામ છે, જ્યારે હિમાચલ પ્રદેશમાંથી જે.પી.નડ્ડા, બિહારમાંથી રવિશંકર પ્રસાદ અને રાજસ્થાનમાંથી ભૂપેન્દ્ર યાદવનું નામ મૂકવામાં આવ્યું છે.

English summary
Gujarat Rajya Sabha election 2018 : Mansukh Mandaviya and Purushottam Rupala selected as BJP's candidate.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.