કોરોનાના કારણે સ્થગિત કરાયેલી રાજ્યસભાની ચૂંટણી કોને ફાયદો કરાવશે ?

ગુજરાતમાં રાજ્યસભાની 26 માર્ચના રોજ યોજાનાર 4 બેઠકો માટેની ચૂંટણીને ચૂંટણીપંચ દ્વારા સ્થગિત કરવામાં આવી છે.

ગુજરાતમાં રાજ્યસભાની 26 માર્ચના રોજ યોજાનાર 4 બેઠકો માટેની ચૂંટણીને ચૂંટણીપંચ દ્વારા સ્થગિત કરવામાં આવી છે. ચૂંટણી પંચે ગુજરાત સહિત સાત રાજ્યોમાં યોજાનારી 18 બેઠકોની ચૂંટણી સ્થગિત કરી છે. કોરોના વાયરસના કારણે 26મીએ થનારૂં મતદાન રદ્દ કરવામાં આવ્યું છે. જો કે બીજા રાજ્યોમાં ઉમેદવારો અને બેઠકો સરખી હોવાથી ત્યાં ઉમેદવારોને વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા છે.

bjp cong

શાસક વિપક્ષ કરવાના હતા ચૂંટણી સ્થગિત કરવા રજુઆત

રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ અગાઉ રાજ્યસભા ચૂંટણી સ્થગિત કરવા ચૂંટણીપંચને રજુઆત કરવાની માંગ કરવા જણાવ્યું હતું. પરંતું, ગુજરાત વિધાનસભાના સત્રને સમાપ્ત કરી દીધા પછી આ રજુઆત કરે તે પહેલાં જ ચૂંટણીપંચે આ નિર્ણય લઇ લીધો છે. મળતા અહેવાલ પ્રમાણે વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીને મળીને ચૂંટણી સ્થગિત કરવા રજૂઆત કરવાના હતા.

કોરોનાથી મુલત્વી રહેલી ચૂંટણીમાં કોણ મારશે બાજી ?

હાલમાં કોરોના વાયરસની ઇફેક્ટના કારણે ચૂંટણી મુલત્વી રાખવા નિર્ણય કરાયો છે. રાજ્યસભાની 18 બેઠકો માટે ભારતનું ચૂંટણી પંચ 31મી માર્ચ પછી નવું ટાઇમટેબલ જાહેર કરે તેવી શક્યતા છે. આ ચૂંટણી પાછી ઠેલાવાના કારણે કોંગ્રેસને અજંપાની સ્થિતિ વધી ગઇ છે. જ્યારે, ભાજપને પોતાના ત્રીજા ઉમેદવારને જિતાડવા પુરતું સંખ્યાબળ ઉભુ કરવાનો સુવર્ણ સમય પણ મળી ગયો છે. કોંગ્રેસના પાંચ ધારાસભ્યોના રાજીનામા પછી વધુ કોઇ રાજીનામા ન પડે અને ક્રોસવોટીંગ ના થાય તે માટે કોંગ્રેસના નેતાઓ 68 ધારાસભ્યોને રાજસ્થાનના જયપુર સ્થિત રિસોર્ટમાં લઇ ગયા હતા. હવે બધા ધારાસભ્યોને પરત ગુજરાત લાવી દેવામાં આવતા કયા ધારાસભ્ય ફૂટે તેના પર બધાની નજર ટકેલી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X