Video: ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા ભાજપમાં શામેલ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થઈ ગયા છે.
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થઈ ગયા છે. રવિવારે ગુજરાતના જામનગરમાં તેમણે રાજ્ય સરકારમાં કૃષિ મંત્રી આર સી ફળદૂ અને સાંસદ પૂનમની હાજરીમાં ભાજપનું સભ્યપદ લીધુ. રિવાબા આ પહેલા ગુજરાતાં કરણી સેનામાં પદાધિકારી હતા. રવિન્દ્ર અને રિવાબાએ વર્ષ 2016માં લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્રી છે.

રિવાબાએ ગયા વર્ષે ઓક્ટોબરમાં રાજપૂત સંગઠન 'કરણી સેના' માં શામેલ થયા હતા. તેમને કરણી સેનાએ ગુજરાત એકમની મહિલા શાખાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. આ સંગઠન ફિલ્મ પદ્માવત માટે હિંસક વિરોધ પ્રદર્શન અને હિંસા કરવાના આહ્વાન કરવાના કારણે ચર્ચામાં આવ્યુ હતુ. રિવાભા મૂળ રૂપે ગુજરાતના જૂનાગઢના રહેવાસી છે. હરફનમૌલા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની મોટી બહેન નૈનાબા પણ રાજકારણમાં છે.
કરણી સેનામાં શામેલ થવાના સમાચારો પહેલા મે 2018માં રિવાબા તે સમયે પણ ચર્ચામાં આવ્યા હતા જ્યારે જામનગરમાં તેમની કાર એક પોલિસકર્મીની બાઈક સાથે ટકરાઈ ગઈ હતી. ત્યારબાદ બંનેમાં ચર્ચા થઈ. રિવાબાએ આરોપ લગાવ્યો હતો કે પોલિસકર્મીએ તેમના પર હાથ ઉઠાવ્યો છે. આ અંગે ઘણો હોબાળો થયો હતો. પોલિસકર્મી સામે કાર્યવાહીના આશ્વાસન બાદ જ તે શાંત થયા હતા.












Click it and Unblock the Notifications
