For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં કોરોનાના નવા કેસથી રિકવરી રેટ ત્રણ ગણો વધુ

ગુજરાતમાં કોરોનાના નવા કેસથી રિકવરી રેટ ત્રણ ગણો વધુ

|
Google Oneindia Gujarati News

કહેર મચાવ્યા બાદ કોરોનાવાયરસના કેસ ગુજરાતમાં ધીમા પડ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી સતત ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો નોંધાયો છે અને રિકવર થતા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડાઓ મુજબ આજે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 544 નવા કેસ નોંધાયા જ્યારે 1505 દર્દીઓ સાજા થઈ ઘરે આવી ગયા છે. આજ રોજ કુલ 11 લોકોએ કોરોનાવાયરસને કારણે જીવ ગુમાવી દીધા છે.

coronavirus

નોંધનીય છે કે રાજ્યમાં રસીકરણની ગતિ પણ વધારી દેવામાં આવી છે. આજરોજ ગુજરાતમાં કુલ 2 લાખ 68 હજાર 485 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. જેમાંની સૌથી વધુ અમદાવાદમાં 34224 લોકોને આજે રસી મળી છે, જ્યારે ડાંગમાં વેક્સીનના સૌથી ઓછા 697 ડોઝ આપવામાં આવ્યા છે. અહીં જાણો કોરોના વેક્સીન અને કોરોનાવાયરસના તાજા આંકડાઓ...

આજે કયા જિલ્લામાં રસીના કેટલા ડોઝ મળ્યા

  • અમદાવાદ કોર્પોરેશન- 34224
  • સુરત કોર્પોરેશન- 16839
  • બનાસકાંઠા- 12897
  • આણંદ- 9728
  • વડોદરા કોર્પોરેશન- 9623
  • ભરૂચ- 9479
  • સુરેન્દ્રનગર- 8539
  • રાજકોટ કોર્પોરેશન- 8386
  • ખેડા- 8343
  • અમદાવાદ- 8068
  • મહેસાણા- 7869
  • રાજકોટ- 7663
  • વડોદરા- 6826
  • પાટણ- 6783
  • વલસાડ- 6662
  • નવસારી- 5934
  • ગીર સોમનાથ- 5593
  • ભાવનગર- 5309
  • કચ્છ- 5268
  • સાબરકાંઠા- 5200
  • પંચમહાલ- 5013
  • જૂનાગઢ- 4697
  • જામનગર- 4659
  • દેવભૂમિ દ્વારકા- 4336
  • મોરબી- 4332
  • ગાંધીનગર- 4275
  • ગાંધીનગર કોર્પોરેશન- 4256
  • અરવલ્લી- 4051
  • છોટા ઉદેપુર- 3693
  • મહીસાગર- 3349
  • ભાવનગર કોર્પોરેશન- 3268
  • તાપી- 3260
  • અમરેલી 2930
  • બોટાદ- 2745
  • જૂનાગઢ કોર્પોરેશન- 2352
  • પોરબંદર- 2177
  • નર્મદા- 1840
  • ડાંગ- 697

કયા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા

  • અમદાવાદ કોર્પોરેશન- 86
  • વડોદરા કોર્પોરેશન- 61
  • સુરત કોર્પોરેશન- 60
  • વડોદરા- 37
  • સુરત- 29
  • ગીર સોમનાથ- 23
  • ભરૂચ- 22
  • જૂનાગઢ- 21
  • જામનગર કોર્પોરેશન- 17
  • રાજકોટ કોર્પોરેશન- 16
  • નવસારી- 15
  • આણંદ- 12
  • બનાસકાંઠા- 12
  • અરવલ્લી- 11
  • પંચમહાલ- 11
  • અમેલી- 10
  • ખેડા- 10
  • મહીસાગર- 10
  • રાજકોટ- 10
  • કચ્છ- 9
  • મહેસાણા- 9
  • વલસાડ- 9
  • જૂનાગઢ કોર્પોરેશન- 6
  • પોરબંદર- 6
  • જામનગર- 5
  • અમદાવાદ- 4
  • દેવભૂમિ દ્વારકા- 4
  • સાબરકાંઠા- 4
  • દાહોદ- 3
  • ગાંધીનગર- 3
  • ગાંધીનગર કોર્પોરેશન- 2
  • મોરબી- 2
  • ભાવનગર- 1
  • ભાવનગર કોર્પોરેશન- 1
  • બોટાદ- 1
  • પાટણ- 1
  • તાપી- 1

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કહ્યું કે, બીજી લહેરના કેસ ઘણા ઘટ્યા, આપણે તેને કંટ્રોલ કરી લીધો તેનો મતલબ એવો નથી કે આપણે તેનાથી મુક્ત થઈ ગયા છીએ, આપણે કોરોનાની ગંભીરતાને લઈને નિયમો પાળવા જ પડશે. કોરોના વચ્ચે આપણી રોજિંદી પ્રવૃત્તિઓને અટકાવવી ન શકે તે માટે આપણે નિયંત્રણોમાંથી રાહત આપી રહ્યા છીએ. પરંતુ હવે પ્રજાની જવાબદારી રહેશે. માસ્ક પહેરવું, ભીડ એકઠી ન કરવી વગેરે બાબતે ખાસ ધ્યાન રાખવાની જવાબદારી હવે પ્રજાની રહેશે. ત્રીજી લહેર વિશે તજજ્ઞો આપણને એલર્ટ કરી રહ્યા છે ત્યારે આપણે વધુ સાવચેતી રાખવાની છે.

English summary
Recovery rate three times higher than new corona case in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X