વડોદરા દુષ્કર્મ હત્યા કેસમાં ખૂલાસો, રિક્ષા ચાલકોએ બળાત્કાર કર્યો હતો!
ગુજરાતના વડોદરામાં રેલ્વે કોચમાંથી 19 વર્ષની યુવતીની લાશ મળી આવતાં એક નવો ખુલાસો થયો છે. યુવતીની ડાયરી બહાર આવ્યા બાદ તેની સાથે બળાત્કાર થયો હોવાનું જાણવા મળ્યું હતું.
વડોદરા : ગુજરાતના વડોદરામાં રેલ્વે કોચમાંથી 19 વર્ષની યુવતીની લાશ મળી આવતાં એક નવો ખુલાસો થયો છે. યુવતીની ડાયરી બહાર આવ્યા બાદ તેની સાથે બળાત્કાર થયો હોવાનું જાણવા મળ્યું હતું. હવે મેડિકલમાં પણ તેની પુષ્ટિ થઈ છે. વડોદરા ડિવિઝન વેસ્ટર્ન રેલવેના એસપી પરીક્ષિત રાઠોડે જણાવ્યું હતું કે મેડિકલ રિપોર્ટમાં બળાત્કારની પુષ્ટિ થયા બાદ વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ ટીમનું નેતૃત્વ પશ્ચિમ રેલવેના આઈજીપી સુભાષ ત્રિવેદી કરી રહ્યા છે.

4 નવેમ્બરે યુવતીનો મૃતદેહ ગુજરાત ક્વીન એક્સપ્રેસના કોચમાં લટકતો મળી આવ્યો હતો. સૌથી પહેલા રેલવેના સફાઈ કામદારોએ મૃતદેહને જોયો હતો. મળતી માહિતી મુજબ યુવતીએ ઉપરની બર્થ પરથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી. આ જાણકારી રેલવે દ્વારા અધિકારીઓને આપવામાં આવી હતી, ત્યારબાદ આ મામલાની તપાસ શરૂ થઈ હતી. યુવતી પાસેથી એક ડાયરી પણ મળી આવી હતી, જેમાં ઘણા રહસ્યો સામે આવ્યા હતા.
પોલીસને યુવતી પાસેથી જે ડાયરી મળી હતી તેમાં યુવતીએ તેના પર બળાત્કાર થયાનું લખ્યું હતું. આ ડાયરીમાં લખવામાં આવ્યું હતું કે બે ઓટો ચાલકો દ્વારા તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પહેલા તેનું અપહરણ કરવામાં આવ્યું, પછી તેને એક અલગ જગ્યાએ લઈ જઈને બળાત્કાર ગુજારવામાં આવ્યો. ડાયરીમાં કરાયેલા આ દાવાને મેડિકલ રિપોર્ટમાં સમર્થન મળ્યું છે.
-
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ -
અમેરિકાએ ભારતને આપી ભેટ! આટલા દિવસો સુધી રશિયા પાસેથી ખરીદી શકશે તેલ, Hormuzનું ટેન્શન ખતમ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે ભારતમાં સોનું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 7 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IND vs NZ Final: અમદાવાદમાં ફાઈનલ જોવા પહોંચશે PM મોદી? સવા લાખ દર્શકો સાથે વધારશે ટીમનો ઉત્સાહ! -
Petrol Diesel Price: 6 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Delhi Ring Metro: દિલ્હીને મળશે દેશની પ્રથમ રિંગ મેટ્રો, PM મોદી 5 નવા મેટ્રો પ્રોજેક્ટ્સની આપશે ભેટ









Click it and Unblock the Notifications
