મહેસુલ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ અછત રાહતની બેઠક બોલાવી

Subscribe to Oneindia News

ગાંધીનગર ખાતે રાજ્યના મહેસુલ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ અછત રાહતની બેઠક બોલાવી હતી. ભુપેન્દ્રસિંહ ચુડાસમા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પાસે ઘાસચારાનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. ભવિષ્યમાં વધુ જરૂરિયાત ઉભી થાય તો તેનું પણ આગોતરું આયોજન છે. અને રાજ્યમાં પાણીની સ્થિતિ પણ સામાન્ય, હાલ 70 ગામોમાં ટેન્કરોથી પાણી પૂરું પાડવામાં આવે છે. દર બુધવારે અછત રાહતની સ્થિતિની સાપ્તાહિક સમીક્ષા કરાશે. કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, જુનાગઢ, પાટણ સહિત 7 જિલ્લા ના 70 ગામો માં હાલ પાણી ટેન્કરથી અપાય છે.

bhupendra

ભુપેન્દ્રસિંહ ચુડાસમા જણાવ્યું હતું કે રાજકોટ ના વીંછીયા તાલુકાના 12 ગામો અને વધુ 23 ગામો ને પ્રતિકિલો 2 રૂપિયાના દરે ઘાસચારો અપાશે જેને લઇ ખેડૂતો અને માલધારીઓને મદદરૂપ રહેશે. કચ્છ જિલ્લા ના કુલ 364 ગામો માં રાહત દરે ઘાસચારો અપાશે મુન્દ્રા ના 63 ગામ, ભુજ ના 152 ગામ, અબડાસાના 141 ગામ સમાવેશ થાય છે સુરેન્દ્રનગર જિલ્લામાં અછતગ્રસ્ત 18 ગામો સહિત 202 ગામો માં રાહતદરે ઘાસચારો અપાશે.

English summary
Revenue Minister Bhupinder Singh Chudasama had meeting on relief and drought.
Please Wait while comments are loading...