રોહન ગુપ્તાએ આખરે કોંગ્રેસમાંથી આપ્યુ રાજીનામુ, વરિષ્ઠ નેતાઓ પર લગાવ્યા ગંભીર આરોપ
Rohan Gupta Resigns: અમદાવાદ પૂર્વની બેઠક પર ઉમેદવાર રોહન ગુપ્તાએ લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલવામાં આવેલા પત્રમાં તેમણે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે.
રોહન ગુપ્તાએ ખડગેને લખેલા પત્રમાં કહ્યું, "હું તાત્કાલિક અસરથી કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપું છું. મને જણાવતા દુઃખ થાય છે કે છેલ્લા બે વર્ષથી પાર્ટીના સંચાર વિભાગ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ નેતાનું સતત અપમાન અને ચારિત્ર્ય હત્યા થઈ રહી છે. હવે, વ્યક્તિગત કટોકટીના સમયમાં મને આ નિર્ણય (રાજીનામું) લેવાની ફરજ પડી છે.''

રોહન ગુપ્તાએ ખડગેને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ''મે છેલ્લા 13 વર્ષથી રાષ્ટ્રીય સ્તરે વિવિધ ભૂમિકાઓમાં પાર્ટીની સેવા કરી છે અને રાષ્ટ્રીય નેતૃત્વના સહયોગથી ખૂબ જ નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે તમામ જવાબદારીઓને સફળતાપૂર્વક નિભાવી છે. જ્યારે હું મારા પિતાની ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો અને મારા જીવનના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તે જ નેતા ફરીથી ગુજરાતમાં અને રાષ્ટ્રીય સ્તરે તેમના નજીકના સહયોગીઓના સમર્થનથી છેલ્લા ત્રણ દિવસથી મારી વિરુદ્ધ અપમાનજનક અભિયાન ચલાવી રહ્યા છે. તેમના વર્તનથી ગંભીર માનસિક વેદના અને તણાવ થયો છે અને મારા સ્વાભિમાનની રક્ષા માટે મને તૂટેલા હૃદય સાથે પાર્ટીમાંથી રાજીનામું આપવા માટે મજબૂર કર્યો છે.''
તમને જણાવી દઈએ કે થોડા દિવસ અગાઉ જ અમદાવાદ પૂર્વના કોંગ્રેસ ઉમેદવાર રોહન ગુપ્તાએ પોતાનું ઉમેદવારીપત્ર પાછું ખેંચી લીધું હતુ. તેમના પિતાની ગંભીર તબિયતનો હવાલો આપીને તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને ચૂંટણીની રેસમાં આગળ નહિ વધી શકે તેમ જણાવ્યુ હતુ. રોહન ગુપ્તાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, "ગંભીર તબીબી સ્થિતિને કારણે, મારા પિતાને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હું કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમદાવાદ પૂર્વ સંસદ બેઠક માટે મારી ઉમેદવારી પાછી ખેંચી રહ્યો છું. હું પક્ષ દ્વારા નામાંકિત નવા ઉમેદવારને સંપૂર્ણ સમર્થન આપીશ."
Amidst the personal crisis , I spent last 3 days with my father while he is battling serious health conditions which has really helped me understand his perspective. He narrated the incidences of betrayal and sabotage for last 40 years and how the leaders got away in spite of… pic.twitter.com/b4qi5bE7SG
— Rohan Gupta (@rohanrgupta) March 22, 2024












Click it and Unblock the Notifications
