એક દિવસનો મુખ્યમંત્રી અમદાવાદનો રોહન રાવલ બનશે
ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર 'યુવા મોડલ એસેમ્બલી' મળવા જઇ રહી છે. જેમાં ગુજરાતના વિવિધ શાળાઓમાંથી 182 વિદ્યાર્થીઓ દ્વારા વિધાનસભાનું સંચાલન કરતા જોવા મળશે.
ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર 'યુવા મોડેલ એસેમ્બલી' મળવા જઇ રહી છે. જેમાં ગુજરાતના વિવિધ શાળાઓમાંથી 182 વિદ્યાર્થીઓ દ્વારા વિધાનસભાનું સંચાલન કરતા જોવા મળશે. પહેલી વાર ગુજરાત વિધાનસભા વિદ્યાર્થીઓ દ્વારા ચલાવામાં આવશે.

આ અંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, 21 જુલાયના રોજ યુવા મોડેલ એસેમ્બલીનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ કાર્યક્રમ અને તાલિમ બ્યુરો તથા ધી સ્કૂલ પોસ્ટના સંયુક્ત ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યુ છે.
આ કાર્યક્રમનું ઉદ્દઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ન પટેલ સંસદિયા બાબતોના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને રમત ગમત યુવા અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુંભાવો ખાસ ઉપસ્થિત રહેવાના છે.
નિમાબેન આચાર્યએ જણાવ્યું હતુ કે, 2021 માં મળેલી અખિલ ભારતીય વિધાનમંડળોની વર્ચ્યુલી મળેલી બેઠકમાં લેવાયાલા નિર્ણય મૂજબ અખિલ ભારતીય પ્રમુખ અધિકારીઓની પરિષદના 100 વર્ષ અને ભારતની આઝાદીના હિરક જયંતિની ઉજવણીના ભાગ રૂપે દેશની જુદી જુદી વિધાનસભાઓમાં અનેક પ્રવૃતિનુ આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. તેના ભાગ રૂપે અમુક કાર્યક્રમો સંસદના નેજા હેઠળ અને અમુક કાર્યક્રમો વિધાનમંડળોના નેજા હેઠળ કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ.
યુવા મોડેલ એસેમ્બલીમાં સમગ્ર ગુજરાતમાંથી આવેલા વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી, મંત્રીઓ ધારાસભ્ય તેમજ વિધાનસભાના અધ્યક્ષ, વિરોધપક્ષના નેતા, સહિતની જવાબદારી સંભાળશે. એને એક દિવસના આ સત્રમાં વિદ્યાર્થીઓ પ્રશ્નોતરી કાળ, સંકલ્પ પણ રજૂ કરવામાં આવશે. તેમજ વિધેયક, બજેટને લઇને વિવિધ મુદ્દે ચર્ચા કરશે.
આ કાર્યક્રમની વિદ્યાર્થીઓને તાલિમ પણ આપવામાં આવી હતી. જેમા ગુજારતના એક દિવસના મુખ્યમંત્રી તરીકે અમદાવાદના રોહન રાવલ બનશે રાજ્યના એક દિવસીય CM જ્યારે વડોદરાની યુવતી બનશે એક દિવસીય વિધાનસભાની અધ્યક્ષ તરીકે વડોદરાની નવરચના ઇન્ટરનેશન સ્કુલની વિદ્યાર્થિની મિશ્રી શાહની પસંદગી કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
