Gujarat New Cabinet: ઉત્તર ગુજરાતના BJPના કદાવર નેતા ઋષિકેશ પટેલ ફરી બન્યા મંત્રી, જાણો તેમની રાજકીય સફર
Rushikesh Patel: CM ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં ઉત્તર ગુજરાતના કદાવર નેતા અને કડવા પાટીદાર સમાજના અગ્રણી ચહેરો ઋષિકેશ પટેલને ફરી એકવાર કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે. ભૂપેન્દ્ર પટેલની અગાઉની સરકારમાં પણ તેઓ મહત્ત્વના મંત્રાલયો સંભાળી ચૂક્યા છે.

અનુભવી નેતાની રાજકીય પૃષ્ઠભૂમિ
બેઠક: ઋષિકેશ પટેલ મહેસાણા જિલ્લાની વિસનગર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.
અનુભવ: તેઓ રાજકારણમાં વર્ષોનો બહોળો અનુભવ ધરાવે છે અને 2007થી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે, જે તેમની મજબૂત પકડ દર્શાવે છે.
પૂર્વ ભૂમિકા: અગાઉની સરકારમાં તેમણે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી નિભાવી હતી અને આરોગ્ય જેવા મહત્ત્વપૂર્ણ મંત્રાલયનું સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું.
સંગઠનમાં યોગદાન
સરકાર ઉપરાંત સંગઠનમાં પણ ઋષિકેશ પટેલનો લાંબો અનુભવ છે. તેમણે વર્ષો સુધી મહેસાણા જિલ્લામાં સક્રિય કાર્યકર તરીકે કામ કર્યું છે અને મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
વ્યવસાયે બિલ્ડર ઋષિકેશ પટેલે સિવિલ ડિપ્લોમા સુધીનો અભ્યાસ કરેલો છે. ઉત્તર ગુજરાતમાં કડવા પાટીદાર સમાજનું મોટું પ્રતિનિધિત્વ કરતા હોવાથી, તેમને ફરીથી મંત્રી પદ આપીને ભાજપે પ્રાદેશિક અને જાતિગત સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. તેમનો અનુભવ નવા મંત્રીમંડળ માટે ઘણો મહત્ત્વનો સાબિત થશે.












Click it and Unblock the Notifications
