For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેક ઇસરોમાં વિશ્વ અંતરિક્ષ સપ્તાહની ઉજવણી

|
Google Oneindia Gujarati News

isro space week celebration
અમદાવાદ, 4 ઑક્ટોબર : વિજ્ઞાન અને ટેકનોલોજીની સિધ્ધિને બિરદાવવા માટે વિશ્વમાં પ્રતિ વર્ષ 4 ઑક્ટોબરથી 10 ઑક્ટોબરને વિશ્વ અંતરિક્ષ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. અંતરિક્ષને જાણવાના અભિયાનને પ્રોત્સાહિત કરવા, લોકોને માહિતગાર કરવા તેમજ તેને બિરદાવવા માટે ખાસ એક વિષયને કેન્દ્રમાં રાખીને વિવિધ કાર્યક્રમોનું આયોજન આ સપ્તાહ દરમિયાન કરવામાં આવે છે. આ વર્ષનો વિષય "માનવની સલામતી અને સુરક્ષા માટે અંતરિક્ષ" છે.

આ વિષય પર સ્પેસ એપ્લિકેશન સેન્ટર (સેક) અમદાવાદ ઇસરોની પ્રદર્શન દીર્ઘા (એક્ઝિબિશન ગેલેરી)માં રાખવામાં આવેલા વિક્રમ સારાભાઇ અંતરીક્ષ પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ગત 9મી સપ્ટેમ્બર 2012ના દિવસે સ્વદેશી અંતરિક્ષયાન પીએસએલવી સી-21ના સફળ પ્રક્ષેપણથી ઇસરોના ઉપગ્રહ અને પ્રક્ષેપણયાન અભિયાને શતક પૂરું કર્યું છે. આ અંતરિક્ષયાનથી જાપાન અને ફ્રાન્સના ઉપગ્રહો ભ્રમણકક્ષામાં ગોઠવવામાં આવ્યા છે.

તાજેતરમાં 29 સપ્ટેમ્બરે દૂરસંચાર ઉપગ્રહ જીસેટ-10 ભ્રમણકક્ષામાં
ગોઠવવામાં આવ્યો છે. આ ઉપગ્રહમાં ત્રીસ સંચાર ટ્રાન્સપોન્ડર સાથે દિશાસૂચક પેલોડ ગગન સામેલ કરવામાં આવ્યો છે જેને લીધે ભારતીય વ્યોમમાં નાગરિક વિમાન પરિવહનને પ્રામાણિક દિશાસૂચન મળી રહેશે.

સેકમાં અંતરિક્ષ સપ્તાહની ઉજવણી દરમિયાન નીચે મુજબ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યા છે.
- સેક(ઇસરો)નું કાયમી પ્રદર્શન આ અઠવાડિયાના બધા જ દિવસોએ સવારના 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
- ગગન પેલોડ સાથે જીસેટ-10 અને મંગળ અભિયાન વિશે માહિતી
- નેનો પૈલોડ પુનઃ પ્રદર્શિત થશે
- ઉપગ્રહ પ્રક્ષેપણ, ચંદ્રયાન-1, ગગન અને આર.આઇ.સેટનો વિડીયો શો આખો દિવસ દર્શાવાશે
- સાંજે 5 થી 6 દરમ્યાન સેકના વિજ્ઞાનીઓ વિદ્યાર્થીઓની
અંતરિક્ષ વિજ્ઞાન અને ભારતના અંતરિક્ષ કાર્યક્રમ અંગેની જીજ્ઞાસા સંતોષશે.

English summary
SAC ISRO celebrates world space week during 4th to 10th October, 2012 on the theam of "Space for Human Safety and Security".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X