'ચૂંદડીવાળા માતાજી'નુ 92 વર્ષની વયે નિધન, આજે અપાઈ સમાધિ

વિશ્વભરમાં ચૂંદડીવાળા માતાજીના નામે ઓળખાતા પ્રસિદ્ધ પ્રહલાદ જાનીનુ 92 વર્ષની વયે નિધન થઈ ગયુ જેમને આજે સમાધિ આપવામાં આવી.

અંબાજી નજીક અરવલ્લીની ગિરીમાળાઓમાં ગબ્બર નજીક આશ્રમ નિવાસી અને રહસ્યમયી જિંદગી જીવતા 'ચૂંદડીવાળા માતાજી'નુ 92 વર્ષની વયે વતન માણસાના ચરાડા ગામે મંગળવારે રાતે બ્રહ્મલીન થયા હતા. ભક્તોને લૉકડાઉનના કારણે સોશિયલ મીડિયા દ્વારા તેમના અંતિમ દર્શન કરાવવામાં આવ્યા હતા. આજે 8.15 વાગે ચૂંદડીવાળા માતાજીને સમાધિ આપવામાં આવી. જિતુભાઈ શાસ્ત્રી દ્વારા વિધિ વિધાન કરી સમાધિ આપવામાં આવી.

સમાધિની વિધિ સોશિયલ મીડિયામાં લાઈવ બતાવવામાં આવી

સમાધિની વિધિ સોશિયલ મીડિયામાં લાઈવ બતાવવામાં આવી

તેઓ પાસેના ચરાડવાના વતની છે તેઓ 1988થી ચૂંદડીવાળા માતાજીના આશ્રમમાં હવન કરવા આવે છે. લૉકડાઉનના કારણે માતાજીના ભક્તો તેમના દર્શન ન કરી શકતા તેમના માનમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેમની સમાધિની વિધિ સોશિયલ મીડિયામાં લાઈવ બતાવવામાં આવી હતી.

11 વર્ષના હતા ત્યારથી જ તેમણે અન્નજળનો ત્યાગ કર્યો

11 વર્ષના હતા ત્યારથી જ તેમણે અન્નજળનો ત્યાગ કર્યો

મળતી માહિતી મુજબ માતાજીએ ચૈત્રી નવરાત્રિથી જ મૌન ધારણ કરી લીધુ હતુ. તેમણે નવરાત્રિમાં પણ ભક્તોને દર્શન આપ્યા હતા. માતાજી જ્યારે 11 વર્ષના હતા ત્યારથી જ તેમણે અન્નજળનો ત્યાગ કર્યો હતો. આ બાબત વિજ્ઞાન માટે પણ એક કોયડા જેવી છે.

ખાધાપીધા વિના જીવતા રહેનાર કોયડો મનાતા હતા પ્રહલાદ જાની

ખાધાપીધા વિના જીવતા રહેનાર કોયડો મનાતા હતા પ્રહલાદ જાની

ચૂંદડીવાળા માતાજી તરીકે પ્રસિદ્ધ પ્રહલાદ જાની છેલ્લા 80 વર્ષથી ખાધા પીધા વિના જીવતા હતા. આ કઈ રીતે શક્ય હતુ તે એક મોટો કોયડો હતો. તેઓ બાળપણથી જ હિમાલયના ખોળે જતા રહ્યા હતા. ઘણા વર્ષો યોગાભ્યાસમાં વીતાવ્યો. દેશની જાણીતી સૈન્ય રિસર્ચ સંસ્થા ડીઆરડીઓએ પણ તેમની પર રિસર્ચ માટે પેનલ બનાવી હતી. જેઓએ છેવટે માનવુ પડ્યુ કે તેઓ વિજ્ઞાન માટે ખરેખર એક પહેલી છે.


Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X