For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સમગ્ર શિક્ષા અભિયાન સ્ટેટ પ્રોજેક્ટ એન્જિનિયર 1.21 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

રાજ્યની રાજધાનીમાં રાજ્યના સમગ્ર શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ એન્જિનિયર લાંચ લેતા ઝડપાયા છે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ રાજ્યની રાજધાનીમાં રાજ્યના સમગ્ર શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ એન્જિનિયર લાંચ લેતા ઝડપાયા છે. લાંચ રૂશ્વત વિરોધી શાખા(ACB)એ રાજધાની ગાંધીનગરમાં શિક્ષા અભિયાનના નિપુન ચોક્સી નામના એક સ્ટેટ પ્રોજેક્ટ એન્જિનિયરને 1.22 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ગાંધીનગરની શિક્ષા અભિયાનની કચેરીમાં એસીબીએ ઝટકુ ગોઠવીને એન્જિનિયરને ઝડપી પાડ્યો હતો. એન્જિનિયર નિપુન ચોક્સીએ કોન્ટ્રાક્ટર પાસેથી બિલ મંજૂર કરવા માટે બિલની રકમના 1.25 ટકા માંગ્યા હતા.

acb

પાટણના કોન્ટ્રાક્ટરની ફરિયાદને પગલે એસીબીએ આ કાર્યવાહી કરી હતી. મળતી માહિતી મુજબ ફરિયાદી સબ કોન્ટ્રાકટરે શિક્ષા અભિયાન હેઠળ શંખેશ્વર તાલુકામાં કસ્તુરબા ગાંધી ગર્લ્સ સ્કૂલ અને પાટણ જિલ્લાના સમી તાલુકામાં બોય્ હોસ્ટેલનુ કામ પૂર્ણ કર્યુ હતુ. આરોપીએ આ કામ માટે બિલના 1.25 ટકા માંગ્યા હતા. ભાવતાલ કર્યા બાદ લાંચ 1 ટકા પર ફિક્સ કરવામાં આવી જેની રકમ 1.21 લાખ રૂપિયા થતી હતી.

ફરિયાદી લાંચ ચૂકવવા માટે રાજી નહોતો માટે તેણે એસીબીનો ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી ત્યારબાદ આરોપીને પકડવા માટે ટ્રેપ ગોઠવવામાં આવ્યુ. આરોપી એન્જિનિયર નિપુ ચોક્સી ગાંધીનગર ખાતે સ્ટેટ પ્રોજેક્ટ એન્જિનિયર, સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી ખાતે 1.21 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો. ઉલ્લેખનીય છે કે આરોપી એન્જિનિયર રાજ્ય સરકારનો ક્લાસ-2 ઑફિસર છે.

English summary
Samagra Shiksha Abhiyan state project engineer was caught red-handed taking a bribe of Rs 1.2 lakh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X