સાણંદ બંધ: બંધ પાળવામાં એકતા જૂથની મુંઝવણ છતી થઇ

Posted By:
Subscribe to Oneindia News

સાણંદ બંધ બાદ ગુજરાતનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. નોંધનીય છે કે મંગળવારે સાણંદના 15 ગામોના ખેડૂતોએ પાણીની માંગ સાથે એક અધિકાર રેલી નીકાળી હતી. પણ રેલીને મંજૂરી ન હોવાના કારણે પોલીસે તે રેલીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પથ્થર મારો અને ખેડૂત તથા પોલીસ વચ્ચે ધર્ષણ થતા મામલો બગડ્યો હતો. જો કે ખેડૂતો પર પોલીસે લાઠીચાર્જ કરતા સમગ્ર રાજ્યમાં ખેડૂતો અને રાજકારણમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાધાત પડ્યા હતા.

hardik -alpesh


નોંધનીય છે કે સાણંદ બંધ પછી અલ્પેશ ઠાકોર અને એકતા મંચના અલ્પેશ ઠાકોરે સાણંદ બંધની જાહેરાત કરી હતી. તો બીજી તરફ પાસ કન્વીનર હાર્દિક પટેલ પણ સાણંદ પહોંચીને સાણંદ પોલીસ સ્ટેશનનો ધેરાવ કર્યો હતો. અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન પણ પાસ અને પોલીસના અધિકારીઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી.
હાર્દિક પટેલે આ પ્રસંગે ભાજપ સરકારને ખેડૂતો, પાટીદાર અને મહિલા વિરોધી ગણાવી હતી. અને ખેડૂતો પર થયેલા આ અત્યાચાર વખોડ્યો હતો.


તો વળી આ સમગ્ર પ્રકરણે એકતા મંચના ઉપઅધ્યક્ષ મુકેશ ભરવાડે બંધ પાછો ખેંચવાની વાત એક ખાનગી મીડિયા સમક્ષ કરતા, એકતા મંચ વચ્ચેનો જૂથવાદ બહાર આવ્યો હતો. જો કે પાછળથી આ વાતને મુકેશ ભરવાડે ફેરવી તોળ્યું હતું. નોંધનીય છે કે આ સાણંદ બંધની પહેલા જાહેરાત SC, ST, OBC એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરે જ કરી હતી.


ત્યારે હાલ તો બંધના સાણંદમાં કડક પોલીસ બંદોવસ્ત પાળવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યા સરકાર દ્વારા પોલીસ કાફલાને અહીં ખડકવામાં આવ્યો છે જેથી કરીને આવનારા સમયમાં કોઇ નવી મુશ્કેલીઓ ભાજપ સરકારની સામે ન આવે. સરકાર દ્વારા સાણંદ બંધના પગલે 12 પીએસઆઇ સમેત 3 ડીવાયએસપી, 3 ઇન્સ્પેક્ટ અને એસઆરપીની બે કંપનીને પોલીસ બંદોવસ્તમાં લગાવવામાં આવી છે.

English summary
Sanand bandh: Hardik patel and Alpesh Thakor reaction on it. Read here more.
Please Wait while comments are loading...