રક્ષાબંધન પર સખી મંડળની બહેનોએ 50 પ્રકારની રાખડી વેચી કરી 6 લાખની કમાણી
raksha bandhan 2024: Santram Sakhi Mandal of Kheda: ભારતીય સંસ્કૃતિમાં શ્રાવણ મહિનાને તહેવારના મહિના તરીકે ઓળખવામાં આવે છે.
ભાઈ-બહેનના પ્રેમને ઉજવવાનો તહેવાર રક્ષાબંધન પણ આ પવિત્ર મહિના દરમિયાન જ આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધીને તેમની રક્ષા માટે પ્રાર્થના કરે છે.
ભાઈની રક્ષા કરવા ઉપરાંત આ રાખડીઓ ગુજરાતની અનેક બહેનો માટે આવકનો મુખ્ય સ્ત્રોત બની છે. રક્ષાબંધન નિમિત્તે રાજ્યના 15 થી વધુ સખી મંડળની બહેનો અવનવી ડીઝાઇનની રાખડીઓ બનાવીને તેનું વેચાણ કરી રહી છે અને રૂપિયા ૧૨ લાખથી વધુની આવક મેળવી રહી છે.
રાખડીનું ઉત્પાદન અને વેચાણ કરીને આજીવિકા મેળવવામાં ખેડા જિલ્લાનું સંતરામ સખી મંડળ ગુજરાતમાં મોખરે છે. સંતરામ સખી મંડળની 25 બહેનોએ રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે રાખડીઓ બનાવીને આવક મેળવી રહી છે.

આ વર્ષે સંતરામ સખી મંડળની બહેનો દ્વારા 50 થી વધુ ડીઝાઈનની આશરે 2 લાખથી વધુ રાખડીઓ બનાવી હતી, જેના વેચાણ થકી સખી મંડળની બહેનોએ કુલ રૂપિયા 6 લાખ જેટલી આવક મેળવી છે.
આ ઉપરાંત અન્ય 40 થી વધુ બહેનો રાખડીઓનું વેચાણ કરીને છૂટક આવક મેળવી સ્વનિર્ભર બની છે.
આ સખી મંડળના પ્રમુખ મીનાબેન ડાભી ઉપરાંત અન્ય ચાર બહેનો દ્વારા રાખડી બનાવવાના કામની શરૂઆત કરવામાં આવી હતી.
પ્રથમ વર્ષે ફંડ ઓછુ હોવાથી સખી મંડળની બહેનો દ્વારા રાખડીઓ વેચીને માત્ર રૂપિયા 15000 જેટલી આવક મેળવી હતી.
જે બાદ, રાજ્ય સરકારના ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા સંતરામ સખી મંડળને રાખડીઓનું ઉત્પાદન વધારવા તેમજ વધુ મહિલાઓને રોજગારી આપવાના આશય સાથે રૂપિયા 1.50 લાખ કેશ ક્રેડીટ આપવામાં આવી હતી.
આ કેશ ક્રેડિટના આધારે સંતરામ સખી મંડળની બહેનોનું રાખડીનું ઉત્પાદન અને આવક સતત વધતી ગઈ. પરિણામે આજે આટલા ટૂંકા સમયમાં જ સખી મંડળે રૂપિયા ૬ લાખની આવક મેળવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલા સ્વ-સહાય જૂથો તથા સખીમંડળોને ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની (ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા સખી મંડળની બહેનોને ફંડ અને સહાય ઉપરાંત આજીવિકાલક્ષી પ્રવૃતિઓની તાલીમ પણ આપવામાં આવે છે.
આ તાલીમ થકી ગુજરાતની અનેક મહિલાઓ ઉત્પાદકીય પ્રવૃતિઓ સાથે જોડાઈ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
