મુખ્યમંત્રી સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ ૨૦૨૫નો ધામધૂમથી કરાવશે શુભારંભ

ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં હર વર્ષે યોજાતો મોન્સૂન ફેસ્ટિવલ ફરી એકવાર જોરશોરથી ઉજવાશે. આગામી ૨૬ જુલાઈથી ૧૭ ઓગસ્ટ સુધી કુલ ૨૩ દિવસ ચાલનારા આ ઉત્સવની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. આ ઉદ્ઘાટન સમારોહમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને આદિજાતિ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ ઉપસ્થિત રહેશે.

Saputara Festival

ફેસ્ટિવલના પ્રથમ દિવસે "એક ભારત શ્રેષ્ઠ ભારત" થીમ હેઠળ ૧૩ રાજ્યોના ૩૫૪ કલાકારો દ્વારા ભવ્ય કાર્નિવલ પરેડ યોજાશે. પરંપરાગત નૃત્યોમાં ભાંગડા, લાવણી, ઘૂમ્મર, છાઉ, બિહુ, ડાંગી અને રાસ સહિત અનેક લોકનૃત્યો જોવા મળશે. સાથે-સાથે ભારતના ઓપરેશન સિંદૂર અંગે પણ વિશેષ ટેબ્લો રજૂ કરાશે.

દર સપ્તાહે જુદા જુદા થીમ આધારિત કાર્યક્રમો યોજાશે, જેમ કે "ટ્રાઈબલ હેરિટેજ વીક", જેમાં આદિવાસી જીવનશૈલી અને રસોઈના તહેવાર હશે. ગુજરાતના જાણીતા કલાકારો ગીતા રબારી, પાર્થ ઓઝા અને રાગ મહેતા તેમજ કેરળના થેકકિનકાડુ અટ્ટમ મ્યૂઝિકલ બેન્ડ પણ પોતાના પરફોર્મન્સ આપશે.

અહીં મુલાકાતીઓ માટે રેઈન ડાન્સ, ફોરેસ્ટ ટ્રેલ, સેલ્ફી ઝોન, અને પરંપરાગત રમતો પણ ઉપલબ્ધ રહેશે. ૧૫ ઓગસ્ટના દિવસે મિની મેરેથોન અને જન્માષ્ટમીના દિવસે દહીં હાંડી જેવી રમૂજી પ્રવૃત્તિઓ યોજાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X