સાળંગપુર વિવાદ : સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરશે સાધુ - સંતો
Sarangpur Controversy : સાળંગપુરમાં હનુમાનની મૂર્તિની નીચે સ્થાપિત ભીંતચિત્રોને લઈને ગુજરાતમાં વિવાદનો રાફડો ફાટી નીકળ્યો છે. આ ભીંતચિત્રોમાં હિન્દુ દેવતા હનુમાનજીને સહજાનંદ સ્વામીના સેવક તરીકે દર્શાવવામાં આવ્યા છે. જે કારણે હિન્દુ સંતો સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરશે.
ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લાના સળંગપુર સ્વામિનારાયણ મંદિર પરિસરમાં હનુમાનજીના અપમાનને લઈને સનાતની સંતો હજુ પણ નારાજ છે. સંતોનો આરોપ છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયને લઘુમતીનો દરજ્જો આપવા માટે વિવાદો ઉભા કરવામાં આવી રહ્યા છે.

અત્રે નોંધનીય છે કે, સાળંગપુર મંદિરના ભીંતચિત્રોના વિવાદમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા હતા. હિન્દુ સંતો દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાણંદ ખાતે મળેલી સાધુ-સંતોની બેઠકમાં નિર્ણય આ અગે નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સાથે હિન્દુ સંપ્રદાય દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની સાથે સ્ટેજ ઉપર બેસવા ન દેવાનો નિર્ણય લેવામાં આવે છે. આ સાથે બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાય સામે નવી વ્યુહરચના પણ બનાવવા માટેનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.
આ દરમિયાન શનિવારના રોજ એક યુવકે મંદિર પરિસરમાં ઘૂસીને સ્વામિનારાયણ સંતોના ભીંતચિત્રો પર કાળો રંગ લગાવ્યો હતો. આ સાથે કુહાડી વડે ચિત્રોને નુકસાન પણ પહોંચાડ્યું હતું. બોટાદ જિલ્લામાં સ્થિત સળંગપુર મંદિર પરિસરમાં સ્થાપિત વિશાળ હનુમાનની પ્રતિમા પર સ્વામિનારાયણ ચાપ તિલક અને તેની નીચેના ભીંતચિત્રોમાં, હનુમાનજીને સ્વામિનારાયણ સંતોની સામે હાથ જોડીને ઊભા દર્શાવવામાં આવ્યા છે.
જેનાથી રોષે ભરાયેલા સનાતની સંતોએ સ્વામિનારાયણ સમાજના સંતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપતા અમદાવાદ અને જૂનાગઢમાં સંતોનું સંમેલન યોજવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ઘટના સામે કોંગ્રેસે રાજકોટમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું, જ્યારે શનિવારના રોજ ભાજપના સાંસદ રામભાઈ મોકરિયાએ તેને હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન અને ભગવાનનું અપમાન કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પૂજારીએ પૂજારીની જેમ જીવવું જોઈએ અને ભગવાન બનવાની કોશિશ ન કરવી જોઈએ.
દત્તાત્રેય આશ્રમના મહંત લહેરગીરી બાપુએ જણાવ્યું છે કે, સંપ્રદાયને ધર્મ બનવાનો પ્રયાસ ન કરવો જોઈએ. મંદિરમાં હનુમાનજીને ગુલામ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ અરાજકતા ફેલાવવાનો પ્રયાસ છે. સ્વામી નારાયણ સંત પણ આ મામલે ઝૂકવા તૈયાર નથી. સનાતની સંતોને કોર્ટમાં કાયદાકીય રીતે જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.
તાજેતરના કિસ્સામાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક પુસ્તકમાં છપાયેલા ચિત્રમાં, ભગવાન શિવને સ્વામિનારાયણ સંપ્રદાયના ઉપાસક નીલકંઠવર્ણી સામે હાથ જોડીને ઊભા દેખાડવામાં આવ્યા છે. સતાની સંત અને સ્વામિનારાયણ સંત વચ્ચેનો વિવાદ અટકતો નથી, બલ્કે રોજ નવા વિવાદો સામે આવી રહ્યા છે.
બોટાદના ભીમનાથ મહાદેવ મંદિરના સંત આશુતોષ ગીરી બાપુએ આ મામલે સ્વામિનારાયણ સંતોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, તેઓ તેમના ધર્મના દેવી-દેવતાઓના અપમાન સામે શાસ્ત્રો અને શસ્ત્રો બંને દ્વારા લડવા તૈયાર છે.
બીજી તરફ સ્વામિનારાયણ સંત નૌતમ સ્વામીએ જણાવ્યું હતું કે, દરેકને જવાબ આપવાની જરૂર નથી. તેઓ કોર્ટ અથવા કોઈપણ યોગ્ય ફોરમમાં સંતોને જવાબ આપવા તૈયાર છે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
