Sardar sarovar dam : સરદાર સરોવર ડેમ 93 ટકા ભરાયો, 2.45 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું
Sardar sarovar dam : મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે.
હાલ ડેમની સપાટી જાળવી રાખવા માટે 15 દરવાજા 1.85 મીટર સુધી ખોલીને 2.45 લાખ ક્યુસેકથી વધુ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

નર્મદા ડેમની હાલની સ્થિતિ
- હાલની સપાટી : 136.74 મીટર, જે તેની મહત્તમ સપાટી 138.68 મીટરના 93.16% છે.
- પાણીનો સંગ્રહ: 8,850.40 MCM (મિલિયન ક્યુબિક મીટર).
- પાણીની આવક: 2,06,515 ક્યુસેક.
- પાણીની જાવક: 2,45,042 ક્યુસેક નદીમાં અને 23,501 ક્યુસેક મુખ્ય કેનાલ દ્વારા.
છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 13 સેમીનો વધારો નોંધાયો છે. ડેમમાં પાણીની સતત આવકને કારણે રાજ્યમાં પીવાના પાણી અને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ રહેશે.
- ઉકાઈ ડેમ: દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો આ ડેમ 102.40 મીટરની સપાટી પર છે. 1.1 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થતા 6 દરવાજા ખોલીને 94,000 ક્યુસેકથી વધુ પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે.
- કડાણા ડેમ : આ ડેમ પણ 91.86% ભરાઈ ચૂક્યો છે અને તેમાંથી 53,000 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે.
- ધરોઈ ડેમ : ધરોઈ ડેમ 83% ભરાયો છે અને તેમાં 11,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.












Click it and Unblock the Notifications
