સરદાર સરોવર નર્મદા ડેમ 52 ટકા છલકાયો, ઉકાઈ પણ 32 ટકા ભરાયો
Sardar Sarovar Narmada Dam: સમગ્ર ગુજરાતમાં સતત વરસાદ પડી રહેલા વરસાદને કારણે ભારે તારાજી સર્જાઇ છે. નદી-નાળા અને ડેમ છલકાઇ રહ્યા છે. ઘણા જિલ્લામાં પાણી ભરાઇ જવાની ઘટનાઓ પણ સામે આવી છે. ઘણા ગામોમાં પાણી ભરાઇ જવાને કારણે સંપર્ક કપાઇ ગયો છે.
આવામાં રાજ્યના 207 ડેમમાં પાણીની આવક થઇ રહી છે. આજે 30 જૂનના રોજ બપોરના સમયે, ગુજરાતમાં સરદાર સરોવર નર્મદા ડેમ 4,920.54 MCM જળ સંગ્રહ અને 120.01 મીટર લેવલ સાથે 52.01 ટકા ભરેલો હતો.

ગુજરાતનો બીજો સૌથી મોટો ઉકાઈ ડેમ 105.16 મીટરના પૂર્ણ સ્તરની સામે 93.16 મીટરના સ્તરે 2,384 MCM સંગ્રહ સાથે 32.16 ટકા ભરેલો હતો. ઉપરવાસમાંથી સમાન પ્રવાહ સામે 800 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું.
ગુજરાતનો ત્રીજો સૌથી મોટો કડાણા ડેમ 127.72 મીટરના પૂર્ણ સ્તરની સામે 118.19 મીટરના સ્તરે 477.37 mcm સંગ્રહ સાથે 38.21 ટકા ભરેલો હતો. 120 ક્યુસેક ઇનફ્લો સામે 900 ક્યુસેક પાણી ડાઉનસ્ટ્રીમમાં નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
નોંધપાત્ર ઇનફ્લો પૈકી ભાદર2 ડેમમાં 1422 ક્યુસેક, શેત્રુંજી 807 ક્યુસેક, વણાકબોરી 900 ક્યુસેક, દમણગંગા 678 ક્યુસેક, મચ્છુ 253 ક્યુસેકની આવક થઈ રહી છે.












Click it and Unblock the Notifications
