For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત બલ્‍ક પાણી પુરવઠા યોજનાથી 5587 ગામ અને 116 શહેરોને લાભ

|
Google Oneindia Gujarati News

રાજકોટ, 4 એપ્રિલ: સૌરાષ્‍ટ્ર કચ્‍છના લોકોની પીવાના પાણીની મુશ્કેલીને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા સુરેન્‍દ્રનગર જિલ્લામાં આવેલા ઢાંકી પમ્‍પીંગ સ્‍ટેશન ખાતે પાણી પુરવઠા વિભાગ હસ્‍તકની નર્મદા કેનાલ આધારીત સ્‍વર્ણિમ ગુજરાત બલ્‍ક પાઈપલાઈન યોજના અંતર્ગત અંદાજિત રૂપિયા ૨૫૦૦ કરોડના ખર્ચે ત્રણ નવા પમ્‍પીંગ સ્‍ટેશનો બનાવી સૌરાષ્‍ટ્ર - કચ્‍છના લોકો સુધી બલ્‍ક પાઈપલાઈન મારફત પીવાનુ પાણી પહોંચાડવાનું આયોજનબધ્ધ કાર્ય કરવામાં આવ્‍યું છે.

આ અંગેની વિગતો આપતાં ગુજરાત પાણી પુરવઠા બોર્ડના સભ્‍ય સચિવશ્રી મહેશસિંધે જણાવ્‍યું હતુ કે, રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્‍ટ્ર તથા કચ્‍છ વિસ્‍તારને પીવાનું પાણી પુરૂ પાડવા માટે સરદાર સરોવર યોજનાની કેનાલ મારફત જુદા - જુદા ઓફટેક ઉપરથી પાણી મેળવી પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. હાલમાં સરેરાશ ૧૫૦ કરોડ લીટર પાણી સૌરાષ્‍ટ્ર - કચ્‍છ, ઉત્તર ગુજરાત, પંચમહાલ, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાઓના ગ્રામ્ય તથા શહેરી વિસ્‍તારોને વિતરણ કરવામાં આવે છે.

water
રાજ્ય સરકાર દ્વારા અંદાજીત રૂપિયા ૨૫૦૦ કરોડના ખર્ચે સ્વર્ણિમ ગુજરાત સૌરાષ્ટ્ર - કચ્છ વોટર ગ્રીડ યોજના અમલમાં મૂકી સૌરાષ્ટ્ર - કચ્છ વિસ્‍તારને પુરતુ પાણી મળી રહે તે માટે નર્મદા યોજનાની સૌરાષ્‍ટ્ર શાખા નહેર ઉપર લખતર તાલુકાના ઢાંકી પાસે ૩ મોટા પમ્‍પીંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. અને તેમાંથી ૩ બલ્‍ક પાઈપલાઈનો નાંખવામાં આવી છે. જે પૈકી ઢાંકી થી ખીરાઈ (માળિયા) સુધીની ૧૨૦.૫૦ કિ.મી લંબાઈની, ઢાંકી થી હડાળા (રાજકોટ) સુધીની ૧૪૬.૧૦ કિ.મી. લંબાઈની અને ઢાંકી થી નાવડા (બરવાળા) સુધીની ૯૪.૫૦ કિ.મી લંબાઈની છે. ઢાંકી ખાતે બનાવવામાં આવેલ આ ત્રણ પમ્પીંગ સ્‍ટેશનમાંથી દૈનિક ૧૬૫ કરોડ લીટર પાણીનો જથ્‍થો આપી શકાય તેવી ક્ષમતા ઉભી કરવામાં આવી છે.

આ યોજના અંતર્ગત ૩૬૧ કિ.મી. લંબાઈની પાઈપલાઈન દ્વારા ઢાંકી ખાતેથી પમ્‍પીંગ કરી સૌરાષ્‍ટ્રના વિવિધ જિલ્લાઓના ૪૭૧૦ ગામો અને ૧૦૨ શહેરો તથા કચ્‍છ જિલ્લાના ૮૭૭ ગામો અને ૧૪ શહેરોની કૂલ ૧૭૫ લાખથી વધુ વસ્‍તીને ૧૬૫ કરોડ લીટર નર્મદાનું પાણી દૈનિક ધોરણે આપવાનું આયોજન કરાયું છે.

English summary
Gujarat bulk water scheme, Saurashtra and Kutchh will be free by drinking water crisis.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X