ગઢવી સમાજ દ્વારા થઈ સોનલ બીજની ભવ્ય ઉજવણી

Posted By: Staff
Subscribe to Oneindia News

ગઢવી સમાજના આઇ સોનલ માતાની બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ તથા દેસ વિદેશ માં વસતા ચારણ ગઢવી સમાજ દ્વારા માતાજી ની સોનલ બીજનું મહત્વ અનેરું રહ્યું છે. માતાજી નું મુખ્ય મંદિર જુનાગઢ નજીક આવેલ મઢડા ગામે જ્યાં આઈ સોનલ માતાજી ના બહેન પૂજ્ય બનુમાં (92 વર્ષ) ની વયે આજે પણ અહીં માતાજી નું સાક્ષાત સ્વરૂપે હયાત છે. સોનલ બીજના દિવસે સમસ્ત ચારણ સમાજ દ્વારા આધ્યાદેવી આઈ સોનબાઈ માતાજી ના ગુણગાન ગાવા માટે મોટી સંખ્યામાં ચારણો ભેગા મળી માતાજી ની આરાધના કરી. ભજન,ભોજન અને ભક્તિ સમાં ધર્મોત્સવમાં માતાજી ના આશીર્વાદ મેળવે છે. આમ જ્યાં જ્યાં ચારણ સમાજ વસે છે ત્યાં માતાજી ની સોનલ બીજ ની ઉજવણી કરવામાં આવે છે. “ખીજ જેની ખટકે નહીં, જેને રૂદીયે મીઠી રીજ, એવી મઢડા વારી માતની આવી સોનલ બીજ” આ પંક્તિ ચારણોમાં ગણી પ્રચલિત છે.

sonal bij

ખંભાળિયામાં આઈ સોનલ માતાજીનાં 94 માં જન્મોત્સવ નીમિતે સોનલ બીજની સમસ્ત ચારણ (ગઢવી) સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, સવારથી જ શરૂ થયેલા ધર્મોત્સવમાં માતાજીનાં ગુણગાન ગાતા ચારણ સમાજ માં હરખની હેલી જોવા માડી હતી. વહેલી સવારે માતાજીની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો જોડાયા હતા. જે બાદ સ્વાગત આરતી અને સમૂહ ભોજન (પ્રસાદ)ચારણ સમાજ તથા અઢારે વરણના લોકોએ લાભ લીધો હતો. બપોરે ચારણી સમાજ ની પરંમ પરાગત ચારણી રમત ટ્રેડિસનલ પહેરવેસ માં યોજાઇ હતી, સોનલ બીજ ના પ્રસંગે ઉપસ્થિત આઈ દેવલ માતાજીએ આશીર્વચન પાઠવેલ હતા. તેમજ રાત્રે લોકડાયરો યોજાયો હતો.

English summary
Saurashtra : Sonal Bij festival celebrated by Charan samaj. Read more on it.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.