રાજ્યસભા ચૂંટણી: સુપ્રીમ કોર્ટે NOTA માટે કોંગ્રસની અરજી ફગાવી

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીને લઇને વિવાદ પૂર્ણ થવાનું નામ જ નથી લેતા. આ જ મામલે સુપ્રીમ કોર્ટે આજે ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં નોટાનો ઉપયોગ ન કરવાની કોંગ્રેસની અરજીને ફગાવી છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણીપંચે આ ચૂંટણીમાં મતદાતાઓને નોટાનો વિકલ્પ આપ્યો છે. નોટાનો મતલબ થાય છે ઉપરોક્ત કોઇ પણ નહીં એટલે કે નન ઓફ ધ અબાઉ. જે હેઠળ મતદાતા ભાગ લેનાર તમામ ઉમેદવારોમાંથી કોઇને પણ ન ચૂંટવાનો વિશેષ અધિકારી વ્યક્ત કરી શકે છે. જે અંગે ચૂંટણી પક્ષે જાહેરાત કરતા કોંગ્રેસે તેનો વિરોધ દર્શાવ્યો હતો. જો કે આજે સુપ્રીમ કોર્ટે પણ આ અરજી ફગાવી દેતા કોંગ્રેસની હાલત કફોડી થઇ છે.

 NOTA

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ ચૂંટણી 8 ઓગસ્ટના રોજ યોજવાની છે. અને તેમાં કોંગ્રેસ તરફથી અહેમદ પટેલ અને ભાજપ તરફથી સ્મૃતિ ઇરાની, અમિત શાહ અને બળવંતસિંહ રાજપૂત ભાગ લેવાના છે. કોંગ્રેસ માટે આ ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઇ રહી છે. અને દિવસ વીતતા આ મામલે કોંગ્રેસની મુશ્કેલીઓ વધી રહી છે. 

English summary
Supreme court rejects Congress plea on NOTA for Gujarat Rajya sabha polls

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.