ફી નિયમન મુદ્દે સુપ્રીમના આદેશ બાદ ભાજપ કોંગ્રેસની નિવેદન બાજી

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

શાળાઓના ફી નિયમનના કાયદા સામે સંચાલકો અને સરકારે સુપ્રીમમાં કરેલી અરજી મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં સરકારના કાયદાને આડકતરી રીતે સમર્થન આપી દીધું છે. ફી નિયમન મુદ્દે વાલીઓ દ્વારા સુપ્રીમમાં અરજી કરવામાં આવી હતી તે અંગે આજે સુનાવણી થઈ છે. સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં હાલની ફી નિર્ધારણ સમિતિ નવેસરથી બનાવવાની સૂચના આપી તેમાં વાલીમંડળનો પણ સમાવેશ કરવાનો આદેશ કર્યો છે. અને કહ્યું છે કે સરકારે નક્કી કરેલી પ્રોવિઝનલ ફી જ લેવાશે તેમજ વધારાની ફી પરત કરવા સુપ્રીમે આદેશ આપ્યો છે જોકે આ મુદ્દે હવે ભાજપ કોંગ્રેસ આમને સામને નિવેદનો કરી રહ્યા છે.

education

તેમજ સુપ્રીમ કોર્ટે જણાવ્યુ છે કે જે એફ.આર.સી કમિટી રચવામાં આવે તેમાં હાઇકોર્ટના 4 નિવૃત જજને પણ સામેલ કરવામાં આવે. અને ફી નક્કી કરતી વખતે વાલી મંડળની રજૂઆત એફ.આર.સી કમિટી સાંભળે તેમ જણાવ્યું હતું. આ અંગે પ્રતિક્રિયા આપતા ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે હવે ચુકાદોનો અભ્યાસ કરી વધુ જાહેરાત કરવામાં આવશે. તેમજ તેમણે જણાવ્યુ હતું કે સુપ્રીમ કોર્ટે પણ ગુજરાત સરકારને સમર્થન આપ્યું છે આ અંગે કોંગ્રેસ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બીજેપીએ સત્તા જવાના ડરે કાગળ પર કાયદો બનાવ્યો છે. બીજેપીએ પોતાના મળતિયાઓને જ કમિટીમાં રાખ્યા હતા. પરંતુ સુપ્રીમના આદેશથી બીજેપીની ફી લૂંટવાની યોજના પર પાણી ફરી વળ્યું છે કોંગ્રેસ જણાવ્યું હતું કે બીજેપીની રચેલી કમિટી શંકાસ્પદ હતી. ત્યારે કોંગ્રેસ આ મુદ્દે સતત વાલીઓની સાથે રહી છે.

English summary
School fee Regulation issue, supreme court gave important verdict on it. Read more on it.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.