For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં 1લી સપ્ટેમ્બરથી બધી સ્કૂલો ખુલી જશે, ફી વધારાને લઇ સરકારનો મોટો નિર્ણય

ગુજરાતમાં 1લી સપ્ટેમ્બરથી સ્કૂલો શરૂ થઇ જશે, ફી વધારાને લઇ સરકારનો મોટો નિર્ણય

|
Google Oneindia Gujarati News

ગાંધીગનરઃ ગુજરાત સરકારે રાજ્યભરની તમામ શાળાઓને આગામી 1 સપ્ટેમ્બરેથી ખોલવાનો નિર્ણય લીધો છે. 15 ઓગસ્ટ સુધી બધા જ ધોરણની સ્કૂલો બંધ રહેશે, 15 ઓગસ્ટ બાદ પહેલા તબક્કામાં કોલેજ અને ધોરણ 10 અને ધોરણ 12ની શાળાઓ ખોલી મૂકવામાં આશે. પછી 1 સપ્ટેમ્બરથી ધોરણ 1થી 9 અને દોરણ 11ની તમામ શાળાઓ ફરીથી ખુલી જશે. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ સ્કૂલ ખોલવા અંગેના સવાલનો જવાબ આપતા આ વાત જણાવી. સ્કૂલોની ફીને લઇને પણ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મહત્વની માહિતી આપી.

શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે...

શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે...

સરકારે નિર્દેશ આપ્યો છે કે રાજ્યની સ્કૂલો આ વર્ષે ફી નહિ વધારી શકે. સાથે જ સ્કૂલના સંચાલકો સ્કૂલના બાળકો કે તેમના વાલીઓ પર ફી ભરવાને લઇ દબાણ નહિ નાખી શકે. સપ્ટેમ્બર મહિના સુધી ફી વસૂલીનું દબાણ પણ નહ બનાવી શકે. ફી અથવા અન્ય ખર્ચ માટે દબાણ કરતી શાળાઓ વિરુદ્ધ આકરાં પગલાં ભરવામાં આવશે.

બધી જ કક્ષાઓ ખુલી જશે

બધી જ કક્ષાઓ ખુલી જશે

ઉપરાંત સ્કૂલો એકસાથે બધી ફી ભરવાને બદલે દર મહિને થોડી થડી ફી ભરવાની સુવિધા આપશે. શિક્ષણમંત્રીએ કહ્યું કે પાઠ્યપુસ્તક કે અન્ય સાહિત્ય, ટ્રાન્સપોર્ટેશન, યૂનિફોર્મ માટે પણ સ્કૂલો દબાણ નહિ નાખે.

સ્કૂલો આ બાબતે દબાણ નહિ કરી શકે

સ્કૂલો આ બાબતે દબાણ નહિ કરી શકે

રાજ્યમાં સ્કૂલ ટ્યૂશન ફી ઉપરાંત અન્ય ખર્ચની માંગ પણ નહિ કરી શકે. બાળકોના વાલીઓ ઇચ્છશે તો એકસાથે બધી ફી ભરવાને બદલે દર મહિને સ્કૂલમાં ફી જમા કરાવી શકશે. શિક્ષણમંત્રીએ કહ્યું કે, જો કોઇ શાળાએ ફી ભરવાને લઇ બાળકો પર દબાણ કર્યું તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આના માટે રાજ્યનું શિક્ષણ વિભાગ તમામ સ્કૂલો પર નજર રાખશે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 76.29% રીઝલ્ટ આવ્યું, 88 હજાર વિદ્યાર્થીઓ નપાસ થયાધોરણ 12 સામાન્ય પ્રવાહનું 76.29% રીઝલ્ટ આવ્યું, 88 હજાર વિદ્યાર્થીઓ નપાસ થયા

English summary
schools and collages reopening in gujarat from 1st September
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X