રાજ્યમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી

ગુરુવારના રોજ ગુજરાતમાં કમોસમી છૂટોછવાયો વરસાદ નોંધવામાં આવ્યો હતો. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. રાજ્યના કુલ 93 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ શુક્રવારના રોજ રાજ્યમાં મધ્યમ વરસાદ સાથે હળવા વાવાઝોડાની આગાહી જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારના રોજ ગુજરાતમાં કમોસમી છૂટોછવાયો વરસાદ નોંધવામાં આવ્યો હતો. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

rain

રાજ્યના કુલ 93 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. ગુરુવારના રોજ નર્મદા જિલ્લાના તિલકવાડામાં સૌથી વધુ 72 મીમી વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ સાબરકાંઠામાં ઇડર (66 મીમી) અને વડાલી (60 મીમી) અને મહેસાણાના ખેરાલુમાં 52 મીમી વરસાદ નોંધાયો હતો.

સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને મહેસાણાના સતલાસણામાં અનુક્રમે 46 મીમી અને 40 મીમી વરસાદ નોંધાયો છે. વરસાદ નોંધાયેલા અન્ય કેન્દ્રોમાં સાબરકાંઠાના પોસીના અને વિજયનગર, પાટણના રાધનપુર, હારીજ, ચાણસ્મા, સિદ્ધપુર અને સાંતલપુર, નર્મદાના નાંદોદ, મહેસાણામાં ઊંઝા, સુરતમાં બારડોલી, વલસાડમાં વાપી, વડનગર, બેચરાજી, કડી, મહેસાણામાં વિસનગર બનાસકાંઠામાં કાંકરેજ, દાંતા અને ભાભર, ગાંધીનગર જિલ્લામાં ભરૂચ, દહેગામ અને ગાંધીનગર શહેર, વલસાડમાં કપરાડા વગેરે તાલુકામાં વરસાદ નોંધાયો છે.

ગુરુવારના રોજ જાહેર કરવામાં આવેલા IMD બુલેટિનમાં જણાવાયું છે કે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરૂચ, સુરત અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે 40 કિમી પ્રતિ કલાકથી ઓછી ઝડપે વીજળીના ચમકારા અને સપાટીના પવન સાથે આછું વાવાઝોડું અને હળવા વરસાદની સંભાવના છે. દ્વારકા, પોરબંદર, જામનગર અને રાજકોટના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળો પર છુટોછવાયો વરસાદ નોંધાય તેવી શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પરના લો પ્રેશર એરિયા (LPA) સાથે સંકળાયેલા ચક્રવાતી પરિભ્રમણથી સમગ્ર ઉત્તર મહારાષ્ટ્રમાં દક્ષિણ મધ્યપ્રદેશ સુધી બિનમોસમી વરસાદને જવાબદાર ગણાવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X