ગુજરાતની 8500 સેવા સહકારી મંડળીઓ માટે તમામ જિલ્લાઓમાં સેમીનારો યોજાશે
કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલયની વિવિધ પહેલ અનુસાર ગામડાની સેવા મંડળીઓ-પેક્સને બહુહેતુક બનાવવામાં આવી રહી છે. તે માટે રાજ્યની 10 હજાર પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળીઓ પૈકી 8,500 થી પણ વધારે મંડળીઓના ઉપનિયમો બદલીને આદર્શ ઉપનિયમો ઘડવામાં આવ્યા છે.
આ અંતર્ગત સેવા મંડળીઓને કોમ્પ્યુટરાઈઝ કરવી, જન ઔષધિ કેન્દ્રો શરૂ કરવા, ખાતર વિતરણ લાયસન્સ મેળવવા, પેટ્રોલ પંપ શરૂ કરવા, ખેડૂતોને સોલર પંપ સંબંધિત માહિતી આપવા, ગોડાઉનો બનાવવા વગેરે કામગીરી કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે.

આ મુ્દ્દે વાત કરતા પ્રવક્તા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યુ કે, સહકારી ક્ષેત્રના વિકાસ માટે પ્રથમવાર અલગ સહકાર મંત્રાલય બનાવવામાં આવ્યું છે ત્યારે ગ્રામીણ અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા સંખ્યાબંધ યોજનાઓ તૈયાર કરીને વિવિધ નવી પહેલ શરૂ કરવામાં આવી છે.
ગુજરાત સરકાર દ્વારા પણ ગુજરાતના ગ્રામીણ અર્થવ્યવસ્થાને વધુ મજબુત કરવા ગામડાઓની સેવા સહકારી મંડળીઓ સુધી વિવિધ લાભો પહોંચે તે દિશામાં સતત કાર્ય કરવામાં આવી રહ્યું છે.
પ્રવક્તા મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું કે, આ અભિયાનને સફળ બનાવવા તમામ જિલ્લાઓમાં સેવા સહકારી મંડળીઓ-પેક્સને જિલ્લા કક્ષાએ સેમિનાર કરીને માહિતગાર અને પ્રોત્સાહિત કરવા આગામી ૩૦ ઓક્ટોબર સુધી રાજ્યના ૩૩ તમામ જિલ્લાઓમાં વિવિધ સેમિનાર યોજવામાં આવશે.
આ સેમિનારોમાં જેમાં જનપ્રતિનિધિ, નાબાર્ડના પ્રતિનિધિ, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના પ્રતિનિધિ અને અમુક જિલ્લાઓમાં ગાંધીનગરથી રાજ્યકક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહીને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે.












Click it and Unblock the Notifications
