ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન બે જજો વચ્ચે ઉગ્ર બોલાચાલી, લાઈવ સ્ટ્રીમમાં જોવા મળ્યો ઝઘડો
Gujarat HC Judges Clash: ગુજરાત હાઈકોર્ટમાં ન્યાય કરવા બેઠેલા ન્યાયાધીશો સુનાવણી કરવા દરમિયાન પોતાના અલગ મત બાબતે ઝઘડી પડ્યાના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટ યુટ્યુબ દ્વારા સુનાવણીનું જીવંત પ્રસારણ કરે છે.
હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણીનો વીડિયો ચર્ચામાં છે, જેમાં બે જજો વચ્ચે જોરદાર દલીલ લાઈવ જોવા મળી હતી. આ અઠવાડિયે સોમવારે હાઈકોર્ટમાં લાઈવ સ્ટ્રીમમાં કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને મૌના ભટ્ટ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

આ બાલોચાલી બાદ કેસની સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી. બાદમાં આ વીડિયોને ગુજરાત હાઈકોર્ટની યુટ્યુબ ચેનલ પરથી પણ હટાવી દેવામાં આવ્યો હતો. જજો વચ્ચેની ચર્ચાનો વીડિયો સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ થયો છે, જેમાં જસ્ટિસ બિરેન વૈષ્ણવ આદેશ આપી રહ્યા છે. જેની સાથે જસ્ટિસ મૌના ભટ્ટ અસંમત દેખાય છે.
સીનિયર જજે જુનિયર જજને કહ્યુ, ..તો તમે અહીં અલગ છો. તમે એક કેસમાં અલગ છો, પછી બીજામાં અલગ છો. જુનિયર જજે સમજાવવાનુ ચાલુ રાખ્યુ, તે તફાવતનો પ્રશ્ન નથી.. પરંતુ સીનિયર જજે ગુસ્સામાં જવાબ આપ્યો, તો બડબડ કરશો નહિ. ત્યારબાદ જુનિયર જજે બોલવાનુ ચાલુ રાખ્યુ તો સીનિયર જજ ગુસ્સામાં ઉભા થઈ ગયા અને સુનાવણી અધવચ્ચે છોડી તેમની ચેમ્બરમાં જતા રહ્યા.
તમને જણાવી દઈએ કે ગુજરાત હાઈકોર્ટ તેની યુટ્યુબ ચેનલ પર તમામ બેન્ચની સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ કરે છે. જો કે, બે ન્યાયાધીશો વચ્ચેના ઝઘડાને કેપ્ચર કરતો લાઇવ-સ્ટ્રીમ થયેલ વીડિયો પાછળથી યુટ્યુબ પરથી દૂર કરવામાં આવ્યો હતો. ઓપન કોર્ટમાં બે જજો વચ્ચે બોલાચાલી બાદ સુનાવણી પણ મોકૂફ રાખવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
