• search

ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  [ ગુજરાત ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

  પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

  ICUમાં દાખલ યુવતી પર અપૉલોમાં ચાર વાર થયો હતો બળાત્કાર

  ICUમાં દાખલ યુવતી પર અપૉલોમાં ચાર વાર થયો હતો બળાત્કાર

  અપૉલો હોસ્પિલમાં ICUમાં દાખલ યુવતી પર ચાર-ચાર વખત બળાત્કાર ગુજરાવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આરોપી ડૉ. રમેશ ચૌહાણ અને સ્વિપર ચંદ્રકાંત વણકરે ડેંગ્યુ પેશન્ટ યુવતીની મેડિકલ કંડિશનનો ફાયદો ઉઠાવી બે દિવસમાં, બન્નેએ બે-બે વખત બળાત્કાર કર્યો હતો.

  ગુજરાતમાં બેકાર એન્જિનીયર્સ મજબૂરીમાં બને છે તલાટી

  ગુજરાતમાં બેકાર એન્જિનીયર્સ મજબૂરીમાં બને છે તલાટી

  ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની સ્થિતિ એવી છે કે હાઇલી ક્વૉલિફાઇડ યુવાનો ઓછામાં ઓછી ધોરણ 12 પાસની લાયકાતની નોકરી પણ સ્વીકારી રહ્યા છે. તલાટી માટેની પરીક્ષાના પરિણામોમાં પાસ થયેલા કુલ 2,343 ઉમેદવારોની ટોપ લિસ્ટમાં મોટી સંખ્યામાં પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, એન્જિનિયર્સ, MBA, આયુર્વેદ અને હોમીયોપેથી ડોક્ટર્સનો સમાવેશ થાય છે.

  ગુજરાતમાં અપ્રમાણસર મિલકત અંગે એસીબીનું મેગા સર્ચ ઓપરેશન

  ગુજરાતમાં અપ્રમાણસર મિલકત અંગે એસીબીનું મેગા સર્ચ ઓપરેશન

  ગુજરાતમાં એસીબીનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અમદાવાદ, સુરત, બનાસકાંઠા, રાજકોટ, જામનગરમાં 11 અધિકારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં અમદાવાદમાં નિમેષ રજનીકાંત, રાજકોટમાં રાજેશ મટેલિયા અને જામનગરમાં ભગીરથ ત્રિવેદીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.

  ગોધરામાં ગણેશ વિસર્જનને પગલે ઇન્ટરનેટ બંધ, વડોદરામાં સઘન પોલીસ બંદોબસ્ત

  ગોધરામાં ગણેશ વિસર્જનને પગલે ઇન્ટરનેટ બંધ, વડોદરામાં સઘન પોલીસ બંદોબસ્ત

  બકરી ઇદ અને ગણેશઉત્સવના તહેવારના સમયે ગોધરામાં ગણેશ વિસર્જનને પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આજે ઇન્ટરનેટ બંધ રાખવાની સૂચનાનું જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટ બહાર પાડયું હતું. કારણ કે ગણેશષ વિસર્જનનો રૂટ અતચિ સંવેદનશીલ વિ,સ્તારમાંથી પસાર થાય છે . ગણેશ વિસર્જન યાત્રા તેના નિયત રૂટ પરથી રામસાગર તળાવ ખાતે જશે. એ સમયે કોઈ કોમી ઝમખલા ન થાય અને અફવાઓનું બજાર ગરમ ન થાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરામાં પણ પોલીસના જણાવ્યા પ્રમાણે ગણેસ વિસર્જનના સાતમાં દિવસે એક CP, JCP કક્ષાના અધિકારીઓ ખડેપગે રહેશે. આ ઉપરાંત 5 DCP, 9 ACP કક્ષાના અધિકારીઓ ઉપરાંત 27 PI, 94 PSI સાથે હોમગાર્ડના જવાનો પણ તહેનાત રાખવામાં આવશે.

  મહેસાણાનો કાચા કામનો કેદી હોસ્પિટલમાંથી ફરાર

  મહેસાણાનો કાચા કામનો કેદી હોસ્પિટલમાંથી ફરાર

  મહેસાણા એસઓજી પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા ઠાકોર મંગાજી હિરાજી રહે.લાંઘણજની ઘરપકડ કરી હતી. તેની વિરુધ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયો હતો. ત્યારબાદ, મંગાજી ઠાકોરનો કબ્જો એ-ડિવિઝન પોલીસે લીધો હતો. મંગાજીએ પેટમાં દુખાવાન પરિ.યાદ કરતા તેને મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં આ કેદી ચોકી રહેલા પોલીસ જવાનને ધક્કો મારીને ભાગી ગયો હતો

  લઠ્ઠાકાંડમાં ત્તંત્ર કુભકર્ણથી નિંદ્રામાંથી જાગ્યું, શરૂ કર્યો કંટ્રોલરૂમ

  લઠ્ઠાકાંડમાં ત્તંત્ર કુભકર્ણથી નિંદ્રામાંથી જાગ્યું, શરૂ કર્યો કંટ્રોલરૂમ

  સુરતના પલસાણાના વરેલી ગામે શંકાસ્પદ લઠ્ઠાકાંડ બાદ મોતનો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે હવે મોડા મોડા જિલ્લાનો આરોગ્ય વિભાગ કાર્યરત થયો છે. બારડોલીન પલસાણા નજીક વરેલી ગામે દેશી દારૂ પીધા બાદ થયેલો મોતનો આંકડો વધીને 16 સુધી પહોંચી ગયો છે. ત્યારે છેક હવે નઠોર તંત્ર દ્વારકા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. એમ્બ્યુલન્સ સેવા 108 ખડકી દેવામાં આવી છે. ઘટનામાં ગત રોજ .આજે વધુ બે વ્યક્તિની તબિયત લથડતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે. હવે પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યુ છે. તેમજ કડોદરા પોલીસ મથકના પીઆઈને ફરજ પર મૂકવામાં આવ્યા છે. પોલીસ પણ મૃતકના પોસ્ટમોર્ટમ રિપોર્ટનો રાહ જોઈ રહી છે. જેના કારણે મૃત્યુનું કારણ જાણી શકાય. ગઈકાલે ગ્રામપંચાયત કચેરી ખાતે હલ્લાબોલ કરી પોલીસની કામગીરી સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. તો બીજી બાજુ વિપક્ષ જિલ્લા કોંગ્રેસે 48 કલાકનું અલ્ટીમેટમ આપી જનતા રેડ કરવા અંગે મામલતદારને આવેદન આપ્યું હતું.

  સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, દીકરીએ કર્યો આપઘાત

  સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, દીકરીએ કર્યો આપઘાત

  હળવદમાં પિતાએ પોતાની પહેલી પત્નીની પુત્રી સાથે બળાત્કાર જેવું કુર્કમ આચર્યું હતું. વારંવારની આવી ઘટનાથી કંટાળેલી સગીર યુવતીએ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતકની સાવકી માતાએ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

  સોમનાથ ટ્રસ્ટની બેઠક પીએમના નિવાસસ્થાને બેઠક, 6 કિલો સોનું પ્રધાનમંત્રી ગોલ્ડ સ્કીમમાં મૂકવાનો નિર્ણય

  સોમનાથ ટ્રસ્ટની બેઠક પીએમના નિવાસસ્થાને બેઠક, 6 કિલો સોનું પ્રધાનમંત્રી ગોલ્ડ સ્કીમમાં મૂકવાનો નિર્ણય

  દિલ્લીમાં નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને લાલકૃષ્ણ અડવાણીના આધ્યક્ષસ્થાને એક બેઠક મળી હતી. જેમાં સોમનાથમાં દરીયા કિનારે દરીયાઇ જળચર પ્રાણીઓનું મ્યુઝિયમ અથવા યાત્રિકો દરિયાનો લ્હાવો લઇ શકે તે માટે નવા પ્રોજેક્ટ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઉપરાંત સાંજે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા 6 કિલો સોનું પ્રધાનમંત્રી ગોલ્ડ સ્કીમ હેઠળ મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીના નિવાસ્થાને અન્ય ટ્રસ્ટીઓ લાલકૃષ્ણ અડવાણી, અમિત શાહ, નિવેટીયાજી, જે.ડી. પરમાર તેમજ સેક્રેટરી પી.કે.લ્હેરીની હાજરીમાં મળી હતી. જેમાં ટ્રસ્ટના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ટ્રસ્ટના વર્ષ 2015/16ના આવક જાવકના હિસાબો ઉપરાંત નાણાકીય સ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

  English summary
  September 11 top local news gujarat bullet news

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more