• search

સપ્ટેમ્બર 12, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...

  હોન્ડા મોટર્સે ભારતમાં નવા પ્લાન્ટ માટે ગુજરાતમાં જમીન ખરીદી
  જાપાનની ત્રીજી સૌથી મોટી કાર નિર્માતા કંપની હોન્ડા મોટર્સે ભારતમાં તેના નવા પ્લાન્ટ માટે ગુજરાતમાં જમીન ખરીદવાનું શરૂ કર્યું છે. આ વાતની પુષ્ટિ હોન્ડ મોટર્સના ભારતના સેલ્સ ચીફ જ્ઞાનેશ્વર સેને એક ટીવી ઇન્ટરવ્યૂમાં કરી હતી.

  honda-motors

  મુખ્યમંત્રી અબડાસામાં નવા વિન્ડ મિલ ફાર્મનું ઉદઘાટન કરશે
  ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સપ્ટેમ્બરના અંતમાં કચ્છના અબડાસા તાલુકાના ગરદા ગામે રૂપિયા 500 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા વિન્ડ મિલ ફાર્મનું ઉદઘાટન કરશે. નવી ટેક્નોલોજી આધારિત વિન્ડ મિલ વર્ષે 53,000 યુનિટ વીજલીનું ઉત્પાદન કરશે.

  મોદીની સુરક્ષા માટે દિલ્હીથી SPG કમાન્ડો અમદાવાદ - ગાંધીનગરમાં પહોંચ્યા
  નરેન્‍દ્ર મોદી અને ચીનના રાષ્‍ટ્રપતિ ક્ઝી જિનપિંગની મુલાકાત સંદર્ભે ગાંધીનગરમાં મોદીના માતૃશ્રી હીરાબાના નિવાસસ્‍થાને બે ડઝનથી વધુ SPG કમાન્‍ડો દ્વારા નિરીક્ષણ કરાયું હતું. ચીનના મસ મોટા કાફલાની સિકયોરીટી માટે ચીન સિકયોરીટીની સૂચના મુજબ સ્‍કીમ તૈયાર કરવામાં આવી છે. ચીનના પ્રતિનિધિ મંડળ સાથે વાતચીત કરી બંદોબસ્‍ત ગોઠવવા અમદાવાદ પોલીસે ચીની ભાષા જાણતા દુભાષિયાની મદદ માટે દોડધામ શરૂ કરી.

  ગુજરાતમાં સતત વરસાદથી ખેતીને ભારે નુકસાન
  રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી પડેલા ભારે વરસાદને કારણે કપાસ, જાર, બાજરી, શાકભાજી, તલ જોવા પાક અને લીલા ઘાસચારાને લાખો રૂપિયાનું નુકસાન થવાનો ખેડૂત સંગઢનોનો અંદાજ છે.

  ખેડા જિલ્લામાં વરસાદના પાણી હજી ઓસર્યા નથી
  ખેડા અને મહિસાગર જિલ્લામાં મેઘતાંડવના કારણે શેઢી નદીમાં પૂરની સ્થિતિ યથાવત્ છે. ખેડા જિલ્લાના ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના શેઢી કાંઠાના હજુ 25થી વધારે ગામના રસ્તાઓમાં પૂરના પાણી ભરાયેલા છે. જેમાં ઠાસરા તાલુકાના પીપલવાડા અને અણદી થઈ આગળ ફાગવેલ જવાના રસ્તા પર ચારથી પાંચ ફૂટની સપાટીએ પાણી વહેતા હોવાથી વાહન વ્યવહાર ઠપ છે.

  rain-kheda

  વરસાદી પાણીથી નડિયાદના રસ્તા જીવલેણ બન્યા
  નડિયાદ શહેરમાં વરસાદના વિરામ વચ્ચે પણ અનેક વિસ્તારો જળબંબાકાર હતા. જેમાં ખાસ તો સંતરામ દેરી, વૈશાલી નાળુ અને મોટી શાકમાર્કેટ વગેરેનો સમાવેશ થાય છે. જયારે સરદાર ભવન સામેના રેલવેના ઓવરબ્રિજ, જૂની કલેકટર કચેરીની બહાર, રેલવે સ્ટેશનથી આરટીઓ તરફ જવાના માર્ગ સહિત શહેરના આશરે 20 જેટલા રસ્તાઓ પર એકથી દોઢ ફૂટના ખાડા પડી ગયા છે. જેથી આ તમામ રસ્તાઓજીવલેણ બન્યા છે.

  દ્વારકામાં પાર્સલ બોમ્બ મોકલનારની ધરપકડ
  દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા અને ફોટોગ્રાફીનું કામ કરતાં ધર્મ ઇશ્વરલાલ દેવમુરારીએ પોતાની બહેન આરતી સાથે ફ્રેન્ડશિપ કરતા તેનો બદલો લેવા માટે લોધીકાના ખીરસરા ગામના સોફટવેર એન્જિનિયર ભરત મનુભાઇ સરવૈયાએ ધર્મ અને તેના પરિવારને પતાવી દેવા માટે પાર્સલ બોમ્બ મોકલ્યો હતો. આ ગુનામાં ભરત સરવૈયાની પોલીસે ધરપકડ કરી છે.

  English summary
  September 12, 2014 : News highlights of Gujarat

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more