તપન હોસ્પિટલના વોર્ડબોયે સગીરા સાથે કર્યા શારિરીક અડપલાં

[ ગુજરાત ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

તપન હોસ્પિટલના વોર્ડબોયે સગીરા સાથે કર્યા શારિરીક અડપલાં

તપન હોસ્પિટલના વોર્ડબોયે સગીરા સાથે કર્યા શારિરીક અડપલાં

અમદાવાદની જાણીતી તપન હોસ્પિટલના વોર્ડબોય ઘનશ્યામ પર ડેન્ગ્યૂ ગ્રસ્ત સગીરા સાથે શારિરીક અડપલાં કરવાની ફરિયાદ પોલિસ ચોપડે નોંધવામાં આવી છે. જે બાદ પોલિસે વોર્ડબોય ઘનશ્યામની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ઘરી છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ અમદાવાદની એપોલો હોસ્પિટલમાં પણ ડેન્ગ્યૂ ગ્રસ્ત મહિલા સાથે ડોક્ટર ને વોર્ડબોયે બળાત્કાર કર્યો હોવાની ઘટના સામે આવી હતી.

રાજકોટમાં વૃદ્ધ પર કરવામાં આવ્યું ફાયરિંગ

રાજકોટમાં વૃદ્ધ પર કરવામાં આવ્યું ફાયરિંગ

રાજકોટ શહેરમાં ગુનાહિત પ્રવૃતિઓમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યારે સોમવાર સાંજે રાજકોટમાં એસ્ટેટ બ્રોકર તરીકે કામ કરતા સુરેશભાઇ પર ફાયરિંગની ઘટનાએ રાજકોટ શહેરને ફરીથી હચમચાવી મૂક્યું છે. પ્રાથમિક તપાસમાં જમીન અંગેનો વિવાદ કારણભૂત બન્યો હોય તેવું લાગે છે. ત્યારે સુરેશભાઇની મોત બાદ પોલિસ હાલ આ ઘટનામાં વધુ તપાસ હાથ ઘરી છે.

અમદાવાદ સમેત ગુજરાતભરમાં કરાઇ બકરી ઇદની ઉજવણી

અમદાવાદ સમેત ગુજરાતભરમાં કરાઇ બકરી ઇદની ઉજવણી

આજે ઇદ ઉલ અઝહા એટલે કે બકરી ઇદની ઉજવણી ગુજરાતભરમાં કરવામાં આવી. મુસ્લિમ ભાઇઓ નમાઝ અદા કરવાની સાથે જ એકબીજાને શુભેચ્છા પાઠવીને આ પર્વની ઉજવણી કરી હતી. નોંધનીય છે બકરી ઇદનો આ પર્વ સમર્પણ અને ત્યાગનો સંદેશ આપે છે. ત્યારે ગુજરાતભરની જાણીતી મસ્જિદોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઇઓ નમાઝ અદા કરવા માટે ઉમટી પડ્યા હતા.

શંકાસ્પદ લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધ્યો

શંકાસ્પદ લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધ્યો

સુરત પાસે આવેલા વરેલી ગામમાં મોત અને માતમનો તાંડવ શાંત થવાનું નામ જ નથી લઇ રહ્યો. શંકાસ્પદ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 28 સુધી પહોંચી ગયો છે. તો બીજી તરફ સરકારે પણ બદલીનો દોર ચાલુ રાખ્યો છે. જેમાં રેન્જ આઇજી નરસિંમ્હા કોમરની પણ બદલી કરવામાં આવી છે. જો કે તેમ છતાં હજી પણ આ ગામમાં લોકોની તબિયત લથડી રહી છે. ત્યારે તબિયત લથડતાં લોકોને સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X