For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

|
Google Oneindia Gujarati News

[ ગુજરાત ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

જૂનાગઢમાં પેસેન્જર બેસાડવા બાબતે ખૂની ખેલ

જૂનાગઢમાં પેસેન્જર બેસાડવા બાબતે ખૂની ખેલ

શહેરમાં ચકચાર મચી જવા પામી છે. જૂનાગઢના ગાંધીગ્રામમાં રહેતા કિસા મુળુ રબારીને ગુરૂવારનાં આઝાદ ચોકમાં રીક્ષા ચલાવતા અજય વજુભાઇ સરવૈયા અને મુકેશ વજુભાઇ સરવૈયા સાથે બોલાચાલી થઈ હતી. એસપી નિલેશ જાજડિયા,ડીવાયએસપી એ.વી.ગખ્ખર,પીએસઆઇ બી.ડી.જાડેજા, એલસીબી,એસઓજીનો સ્ટાફ દોડી ગયો હતો.અને મૃતદેહની ઓળખ શરૂ કરી હતી.જેમાં બે લાશ અજય સરવૈયા અને મુકેશ સરવૈયાની હોવાનું બહાર આવ્યું હતુ અને ત્રીજી લાશ અમિત ઉર્ફે લાલો શૈલેષભાઇ પરમારની હતી.

અમદાવાદમાં બિલ્ડર હનિફ દાઢી પર હુમલા બાદ તેનું મોત

અમદાવાદમાં બિલ્ડર હનિફ દાઢી પર હુમલા બાદ તેનું મોત

કોટ વિસ્તારના બિલ્ડર હનીખ શેખ ઉર્ફે હનિફ દાઢી પર શનિવારે રાત્રે થયેલા હુમલા બાદ સિવિલ હોસ્પિટલમાં આજે સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું છે. જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ચાલી રહેલા ગેંગ વોરમાં ફાયરિંગ થાયની ચર્ચા થઈ રહી છે. તો હનીફ દાઢી સામે પણ ભૂતકાળમાં ઘણા ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે. શનિવારે રાત્રે જમાલપુરની નવી ચાલીના ચાર રસ્તા પાસે દુર્ઘા ટીમ્બર માર્ટ ખાતે બિલ્ડર હનિફ દાઢી બેઠો હતો ત્યારે એકટીવા પર આવેલા બે શખસોએ પોઇન્ટ બ્લેન્ક રેન્જથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. જેમાં એક ગોળી હનિફ દાઢીને છાતીમાં વાગતા સારવાર માટે વીએસ હોસ્પિટલ લઇ જવાયો હતો. આ ઘટનામાં ૧૮ કલાક સુધી એફએસએલની ટીમ ફાયરિંગની ઘટનાએ પહોંચી અને ગોળી આધારે કયું હથિયાર વપરાયુ છે તેની તપાસ હાથ ધરાઇ છે. જ્યારે પોલીસને સીસીટીવીમાં કંઇ જ મળ્યું નથી.

બોસે દારૂ પીવડાવી બાંધ્યો શારીરિક સંબંધ

બોસે દારૂ પીવડાવી બાંધ્યો શારીરિક સંબંધ

અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતી પરિણિતાએ ફરિયાદ કરી છે કે તેના ધર્મના ભાઇ અને બોસે તેને દારૂ પીવડાવી બળજબરી શારીરિક સંબંધ બાંધ્યો હતો. પતિ રીક્ષા ચાલવતો હોવાથી આર્થિક રીતે મદદરૂપ થવા પતિના મિત્ર અને ધર્મના ભાઇ પ્રવિણ પરમારે તેને નવરંપુરામાં નોકરીએ રખાવી હતી.

મહેસાણાઃ જીતુ વાઘાણીનો વિરોધ કરતા 10 પાટીદારોની અટક

મહેસાણાઃ જીતુ વાઘાણીનો વિરોધ કરતા 10 પાટીદારોની અટક

મહેસાણામાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની આગેવાનીમાં કાર્યકર્તા સંમેલન યોજાયો હતો. દરમિયાન ભાજપ હાય હાયના નારા લગાવતા પાસના 10 કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. તમામની અટકાયત મહેસાણા ભાજપ કાર્યાલય આગળથી કરવામાં આવી હતી.

પગાર ન મળતા કરી માલિકની હત્યા

પગાર ન મળતા કરી માલિકની હત્યા

સુરતમાં એબ્રોડરીના કારખાનામા કામ કરનાર એક યુવકને પગારના 2200 રૂપિયા નહિ આપતા યુવકે અદાવત રાખીને કારખાના માલિકની હત્યા કરીને ફરાર થઇ ગયો હતો. જોકે પોલીસે ગણતરીની જ મીનીટ માં હત્યારા આરોપીની ધરપકડ કરી ને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રમોદ ઉર્ફે બબલુ કતારગામ જીઆઇડીસીમાં આવેલ શાંતિ દિહોરના એમ્બ્રોડરીનાકારખાનામાં કામ કરતો હતો અને ત્યારબાદ નોકરી મૂકી દીધી હતી અને પગારના પૈસા આરોપી પ્રમોદને કારખાના માલિક પાસેથી લેવાના નીકળતા હતા. જેથી તે પૈસા લેવા ગયો હતો ત્યારે કારખાના માલિક અને આ યુવક વચ્ચે બોલાચાલી થઇ હતી અને ત્યાર બાદ ૧૭ મી સપ્ટેબરના રોજ મોડી રાત્રે યુવક કારખાને આવીને કારખાનાના માલિક પર ઘાતક હથિયાર વડે હુમલો કરીને કારખાના માલિકને પતાવી દીધો હતો.

અમદાવાદમાં પતિએ પત્નીને ત્રીજા માળેથી ફેંકી

અમદાવાદમાં પતિએ પત્નીને ત્રીજા માળેથી ફેંકી

અમદાવાદમાં નવા વાડજમાં શિવનગર સોસાયટીમાં રહેતાં સુનિલ રોહિતભાઇ પટેલે પોતાની પત્ની પ્રતિજ્ઞાને ઘા ઝીંકી ત્રીજા માળેથી ફેંકી હતી. પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી છેલ્લા ઘણા લાંબા સમયથી ચાલતાં ઝઘડાનો અંત કરુણ આવ્યો છે. ગંભીર રીતે ઘાયલ પ્રતિજ્ઞાને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

અમદાવાદમાં રવિવારે સાંજે 2 કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો

અમદાવાદમાં રવિવારે સાંજે 2 કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો

અમદાવાદ શહેરમાં રવિવારે ભારે બફારા અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ઢળતી સાંજે વંટોળ ફૂંકાયો હતો. અડધો કલાકના ભારે વંટોળ બાદ અચાનક લાંબા દિવસો પછી પડેલા ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરમાં સરેરાશ એક થી દોઢ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. શહેરના 20 નીચાણવાળા સ્થળોએ પાણી ભરાયા હતા.

નેતાઓ-IPSના નાણાં ફેરવતા હોટેલ માલિકને ત્યાં ઇન્કમટેક્સની સર્ચ

નેતાઓ-IPSના નાણાં ફેરવતા હોટેલ માલિકને ત્યાં ઇન્કમટેક્સની સર્ચ

ઇન્કમટેક્સ વિભાગે અનેકને ટાર્ગેટ બનાવ્યા છે. અમદાવાદના મોટા રાજકારણી અને ઘણા IPS અધિકારીઓના રૂપિયાનો વહીવટ કરતા આ હોટેલિયરની સી.જી. રોડ ખાતેની ઓફિસે આવકવેરા વિભાગની ટીમ બે દિવસથી સર્ચ કરી રહી છે. આ સર્ચ દરમિયાન ઘણા વાંધાજનક દસ્તાવેજો અને કરોડો રૂપિયાની કરચોરી સામે આવી છે.

ભાવનગરઃ પ્રેમીપંખીડાએ ઝેર ગટગટાવ્યું

ભાવનગરઃ પ્રેમીપંખીડાએ ઝેર ગટગટાવ્યું

ફરીયાદકા ગામના એક યુવાન અને યુવતીએ ઝેર ગટગટાવ્યું. ઘટનાના પગલે બંનેને ભાવનગરની સરટી હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં છે. સમાજના લોકો ભેગા નહીં રહેવા દે તેવા ડરે ઝેર પીધું હોવાનું પ્રાથમિક તારણ નીકળી રહ્યું છે.

ફાયર સેફ્ટી ના અભાવે મોલ થયા સિલ

ફાયર સેફ્ટી ના અભાવે મોલ થયા સિલ

સેફ્ટી મુદ્દે હાઈકોર્ટે ઠપકો આપ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યવાહી હાથ ધરી છે. કોર્પોરેશનને શહેરમાં નવા વાડજમાં આવેલા નેશનલ હેન્ડલુમ સહિત કુલ 400થી વધુ એકમોને સીલ લગાવી દીધા છે. ફાયર સેફ્ટીના મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સિલિંગની કામગીરી હાથ ધરી છે. જેમાં ફાયર વિભાગની NOC ન હોય તેવી ઈમારતોને સીલ કરવાની કાર્યવાહી કરી છે. નવા પશ્ચિમ ઝોનમાં સફલ પ્રિલ્યુડના 121 એકમો સીલ કરાયા છે.જ્યારે કે પશ્ચિમ ઝોનની ત્રણ ઈમારતોને સીલ કરાઈ છે. તો મધ્ય ઝોનમાં નાહર કોમર્શિયલના 113 એકમો સીલ કરવામાં આવ્યા છે. નવરંગપુરામાં 139 યુનિટ સીલ કરવામાં આવ્યા છે.તો મીઠાખળી વિસ્તારમાં 56 યુનિટ સીલ કર્યા છે. આ ઉપરાંત શહેરમાં 10થી વધુ ઈમારતોમાં 300થી વધુ યુનિટ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. હિમાલય એક્સોટિકા, નેશનલ હેન્ડલૂમ, અશોક ચેમ્બર્સ સહિતના અનેક જાણીતા એકમોને સીલ કર્યા છે.

કોંગ્રેસના આંતરિક વિખવાદમાંથી બહાર આવવા ઉધામા

કોંગ્રેસના આંતરિક વિખવાદમાંથી બહાર આવવા ઉધામા

પ્રદેશ કોંગ્રેસના નેતાઓ જ જૂથવાદનો શિકાર બન્યાં છે ત્યારે હવે કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ, મહામંત્રી અને જીલ્લા પ્રભારીઓને એવી સૂચના આપવામાં આવી છે કે સ્થાનિક સ્તરે જૂથવાદ ડામીને પાર્ટીની મજબૂત માટે કામ કરો, જો કાર્યકર ગેરશિસ્ત આચરે તો પ્રદેશ પ્રમુખને લેખિત રિપોર્ટ કરો. જગદીશ ઠાકોરે હોદ્દા પરથી રાજીનામુ ધરી દીધું છે. કુંવરજી બાવળિયાએ પણ પક્ષની સતત અવગણનાના મુદ્દે રાજીનામુ આપવા ચિમકી ઉચ્ચારી છે. શક્તિસિંહ ગોહિલે પણ ચૂંટણીલક્ષી કામીગીરીથી હાથ ખંખેરી લીધાં છે. આમ સિનિયર નેતાઓમાં જ મનમેળ નથી . કોંગ્રેસના સિનિયર નેતાઓ મુખ્યમંત્રીની ખુરશી માટે અત્યારથી ખેંચતાણ કરી રહ્યાં છે. પ્રદેશ કોંગ્રેસ સમિતી ખાતે મળેલી બેઠકમાં પ્રદેશ ઉપપ્રમુખ, મહામંત્રી અને જીલ્લા પ્રમુખોને સ્થાનિક સ્તરે કાર્યકરોને એકજૂટ કરવા સૂચના આપવામાં આવી છે. ચૂંટણી ટાણે આંતરિક કલહને લીધે ભાજપને ફાયદો થાય છે પરિણામે જૂથવાદ વકરે નહી તેનુ ધ્યાન રાખવા જણાવાયું છે. આ ઉપરાંત કાર્યકર ગેરશિસ્ત આચરે તો પ્રદેશ પ્રમુખને લેખિત રિપોર્ટ મોકલવા પણ સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, હજુ સુધી જગદીશ ઠાકોર કે કુંવરજી બાવળિયા સામે કોંગ્રેસે કોઇ પગલાં લીધાં નથી. પંચાયતોની ચૂંટણી વખતે પણ પક્ષ વિરૃધ્ધ કરેલી કાર્યવાહીની આવેલી ૧૦૦થી વધુ ફરિયાદો અભરાઇએ ચડાવી દેવાઇ છે. આમ, સિનિયર નેતાઓ અંદરોઅંદરો બાખડી રહ્યાં છે ને, કાર્યકરોને પક્ષની શિસ્તમાં રહેવા શિખામણ આપી રહ્યાં છે.

મોદી પર શંકરસિંહ વાઘેલાના ગંભીર આરોપો

મોદી પર શંકરસિંહ વાઘેલાના ગંભીર આરોપો

શંકરસિંહે આરોપ લગાવ્યો કે મોદી ગુજરાતનો ઉપયોગ કરી ફેંકી દેવાની નીતિમાં માને છે. કહ્યું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે માટે મોદીને 30 મહિને ગુજરાત સાંભર્યું. ભાજપના પ્રચારો અને પોતાની વ્યક્તિગત પ્રસિદ્ધિ માટે તમામ પ્રોગ્રામ કરે છે.

English summary
September 19 top local news gujarat bullet news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X