હાર્દિક પટેલ બળાત્કારનો ભોગ બનેલી પટેલ યુવતીને મળ્યો

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

હાર્દિક પટેલ બળાત્કારનો ભોગ બનેલી પટેલ યુવતીને મળ્યો

હાર્દિક પટેલ બળાત્કારનો ભોગ બનેલી પટેલ યુવતીને મળ્યો

સુરતના કોસાડમાં પોલિસ હવાલદારે એક માનસિક રીતે અસ્થિર યુવતી પર બાળાત્કાર કરવાની ધટના સામે આવતા પાટીદાર અનામત આંદોલનના નેતા આ પટેલ યુવતી અને તેના પરિવારને મળવા કોસાડા આવી પહોંચ્યો હતો. જે બાદ તેણે કહ્યું હતું કે પાટીદારની કોઇ પણ યુવતી સાથે આવું કૃત્ય કરનારની આંખો પાટીદારોએ કાઢી નાંખવી જોઇએ. એટલું જ નહીં તેણે કહ્યું કે પોલિસ કેસ કરતા પહેલા જ આવા લોકોના ટાંટિયા તોડી દેવા જોઇએ જેથી બીજી વાર પાટીદારો સાથે આવું કરતા પહેલા તે વિચારે.

સુરતમાં હાર્દિક પોલિસ દમનનો ભોગ બનેલા લોકોને મળ્યો

સુરતમાં હાર્દિક પોલિસ દમનનો ભોગ બનેલા લોકોને મળ્યો

રવિવારે સુરતમાં હાર્દિક પટેલ હાલમાં થયેલા તોફાનો બાદ ઇજાગ્રસ્ત થયેલા લોકો મળ્યો. નોંધનીય છે કે તેની અટકાયત થતા સુરતમાં અનેક લોકો વિરોધ કર્યો હતો. જેના પર પોલિસે લાઠીચાર્જ કર્યો હતો. આ લોકોને મળીને હાર્દિકે પોતાની સાહનુભૂતિ વ્યક્ત કરી હતી.

હક પર તરાપ નહીં ચાલે: અલ્પેશ ઠાકોર

હક પર તરાપ નહીં ચાલે: અલ્પેશ ઠાકોર

મોડાસા એક સભામાં હાજર રહેલા ઓબીસી એકતા પંચના કન્વીનર અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે પટેલ અનામત દ્વારા તેમના હકો પર તરાપ મારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અને જો આવું તેમના દ્રારા કરવામાં આવશે તો ઓબીસી સમાજ પણ આક્રમક થશે. વળી અલ્પેશ સરકારને શાનમાં આવવાની પણ વાત ઉચ્ચારી હતી.

ભાજપના કોર્પોરેટર અને ઘારાસભ્યોની સુરક્ષા વધારાઇ

ભાજપના કોર્પોરેટર અને ઘારાસભ્યોની સુરક્ષા વધારાઇ

શનિવારે હાર્દિક પટેલની અટકાયત બાદ પાટીદારો દ્વારા અમદાવાદમાં ભાજપના કોર્પોરેટર અને ધારાસભ્યાનો ઘરે અને ઓફિસ પર પથ્થરમારો થતા અને હુમલા થતા. અને પાટીદારી મહિલા દ્વારા તેમના ઓફિસ પાસે છાશવારે થાળી વાટકા ખખડાવાના કાર્યક્રમો થતા તેમના ઘર અને ઓફિસ ખાતે તેમની સુરક્ષા વ્યવસ્થા વધારાઇ છે.

અંબાજીમાં 22મીથી શરૂ થશે ભાદરવી પૂનમનો મહામેળો

અંબાજીમાં 22મીથી શરૂ થશે ભાદરવી પૂનમનો મહામેળો

અંબાજીમાં 22મી સપ્ટેમ્બરથી લઇને 28મી સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મહામોળા યોજાશે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો પગપાળા ચાલીને માંના દર્શન કરશે. તો બીજી તરફ પોલિસે પણ સુરક્ષા વ્યવસ્થાનો ચાંપતો બંદોવસ્ત કર્યો છે.

રાજ્યભરમાં મેધમહેર, અનેક વિસ્તારો જળબંબાકાર

રાજ્યભરમાં મેધમહેર, અનેક વિસ્તારો જળબંબાકાર

રાજ્યભરમાં મેધરાજાના અચાનક આગમનથી ઠંડકમાં રાહત તો રહી છે પણ હવે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ વિકરાય સ્વરૂપ લઇ રહ્યો છે. રવિવારે,વડાળામાં આઠ ઇંચ, રાજકોટમાં 6 ઇંચ અને જામનગર દ્વારકામાં ચાર ઇંચ વરસાદ પડતા સામાન્ય જનજીવન ખોરવાયું છે.

મોહન ભાગવતે કરી પટેલ અનામત આંદોલન મામલે ટિપ્પણી

મોહન ભાગવતે કરી પટેલ અનામત આંદોલન મામલે ટિપ્પણી

ગુજરાતમાં ચાલી રહેલા અનામત આંદોલનમાં હવે આરએસએસ પણ જોડાઇ છે. રાષ્ટ્રિય સ્વંય સેવક સંધના પ્રમુખ મોહન ભાગવતે સંઘના મુખ્યપત્ર પર જણાવ્યું છે કે અનામત મામલે ફરી વિચારવાનો સમય આવી ગયો છે.

મોરબીમાં આનંદીબેનની નનામી કઢાઇ

મોરબીમાં આનંદીબેનની નનામી કઢાઇ

હાર્દિક પટેલની અટકાયત કરવાના વિરોધમાં મોરબીમાં પાટીદાર સમાજના લોકોએ મુખ્યમંત્રી આનંદી બેનની નનામી કાઢી તેમના પૂતળોને અગ્નિદાહ આપ્યો હતો. અને મહિલાઓ થાળીઓ ખખડાવી પોતાનો વિરોધ પણ નોંધાવ્યો હતો.

સાબરકાંઠામાં ઓબીસી સમાજે ઘારાસભ્ય દીપસિંહ રાઠોડનો બહિષ્કાર કર્યો

સાબરકાંઠામાં ઓબીસી સમાજે ઘારાસભ્ય દીપસિંહ રાઠોડનો બહિષ્કાર કર્યો

પાટીદાર અનામત આંદોલનને લેખિતમાં ટેકો આપનાર સાબરકાંઠાના ઘારાસભ્ય દીપસિંહ રાઠોડનો સાબરકાંઠાના ઓબીસી સમાજે બહિષ્કાર કર્યો છે. તેમણે આ અંગે પત્રિકો પણ વહેતી કરી છે. અને આવનારા દિવસોમાં ઓબીસી સમાજથી મત માંગવા માટે ના આવવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

પાકિસ્તાન ફાયરિંગમાં માર્યા ગયેલા ખલાસી મૃતદેહ દ્વારકા આવ્યો

પાકિસ્તાન ફાયરિંગમાં માર્યા ગયેલા ખલાસી મૃતદેહ દ્વારકા આવ્યો

રવિવારે,પાકિસ્તાન દ્વારા ગુજરાતની એક બોટ પર આંધાધૂન ફાયરિંગ કરવામાં આવ્યું હતું જે બાદ તેના ખલાસીનું શબ દ્વારકા લાવવામાં આવ્યું હતું. જ્યાં તેના પરિવારજનોએ ભારે મન સાથે તેનો અંતિમ સંસ્કાર કર્યો હતો.

ગુજરાતના વરસાદે ખેડૂતોના ચહેરા પર સ્મિત લાવ્યું

ગુજરાતના વરસાદે ખેડૂતોના ચહેરા પર સ્મિત લાવ્યું

ગુજરાતમાં અને તેમાં પણ દક્ષિણ ગુજરાતમાં થયેલા વરસાદે ખરીફપાકના ખેડૂતોની આશ બાંધી છે. છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદ બાદ ખરીફપાકના ખેડૂતોને નવું જીવન મળ્યું છે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X