ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

હવે સહન કરવાની હદ થઇઃ હાર્દિક

હવે સહન કરવાની હદ થઇઃ હાર્દિક

ઇબીસી માટેની 10 ટકા અનામત સ્થગિત થતાં હાર્દિક પટેલે ભાજપ પર આક્રોષ ઠાલવ્યો હતો. હાર્દિક પટેલે ફેસબુક પર લખ્યું કે, હવે ગુજરાતની જનતા અને ખાસ કરીને યુવાનોએ જાગૃત થઇ ને પોતાના ભવિષ્ય માટે જાતે જ લડવું પડશે.

સેક્સ માણવા ગયેલા વેપારીના નગ્ન ફોટા પાડી લીધા

સેક્સ માણવા ગયેલા વેપારીના નગ્ન ફોટા પાડી લીધા

વડોદરામાં એક મહિલાએ શારિરીક સંભોગની લાલચ આપી એક વેપારીને ફસાવ્યો હતો. કૃણાલ અને ભાવના નગ્ન હાલતમાં હતાં એ સમયે 5 શખ્સો રૂમમાં ઘૂસી ગયા હતા. પોલીસ હોવાની ઓળખ આપી કૃણાલ પાસેથી 14000 રૂપિયા પડાવી લીધા હતા. બાદમાં નગ્ન ફોટા શેર કરી દેવાની ધમકી આપી 20000ની માગણી કરી હતી.

વડોદરાઃ મુસ્લિમ ભાઇઓએ પાકિસ્તાની પ્રોડક્ટનો વિરોધ કર્યો

વડોદરાઃ મુસ્લિમ ભાઇઓએ પાકિસ્તાની પ્રોડક્ટનો વિરોધ કર્યો

કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકી હુમલાનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. માંડવી વિસ્તારમાં મુસ્લિમ વેપારીઓએ પાકિસ્તાનનો ધ્વજ અને પ્રોડક્ટ સળગાવી વિરોધ નોંધાવ્યો હતો. આ મુસ્લિમ વેપારીઓએ પાકિસ્તાની બનાવટના કાપડ, શેમ્પુ, ચપ્પલ અને મસાલા સહિતની પ્રોડક્ટની જાહેરમાં હોળી કરી હતી.

પૂર્વમાં જ ઢળે છે મહારાજની સોને મઢેલી સમાધી

પૂર્વમાં જ ઢળે છે મહારાજની સોને મઢેલી સમાધી

મહેસાણાના દેદિયાસણ ગામે એક આશ્રમમાં આવેલ ઐતિહાસિક મંદિરને સોનાથી મઢવામાં આવતા આ મંદિર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ આશ્રમમાં આવેલ સમાધિની દેરી પાંચ પાંચ વખત બનાવવા છતાં પૂર્વ દિશા તરફ નમી જાય છે. આ રહસ્ય હજુ સુધી અકબંધ રહ્યું છે.

છૂટાછેડા બાદ પતિએ આપેલી પડીકી ખાવાથી યુવતીનું મોત

છૂટાછેડા બાદ પતિએ આપેલી પડીકી ખાવાથી યુવતીનું મોત

અમદાવાદની ઘી કાંટા કોર્ટ બિલ્ડિંગમાં જ એક યુવતીનું મોત થયું હતું. રણજીત ઠાકોરે છૂટાછેડા બાદ કોર્ટ પરિસરમાં પોતાની એક્સ પત્ની મનિષાને એક પડીકી આપી હતી. આ પડીકી ખાધા બાદ મનિષાનું મોત થતાં રણજીતની ધરપકડ કરી લેવામાં આવી છે.

મૃત ગાયને હટાવવાની ના પાડતા ગર્ભવતી મહિલાને 10 લોકોએ ફટકારી

મૃત ગાયને હટાવવાની ના પાડતા ગર્ભવતી મહિલાને 10 લોકોએ ફટકારી

બનાસકાંઠા જિ્લલાના કરજા ગામમાં એક ગર્ભવતી દલિત મહિલાને 10 લોકોને માર માર્યો હતો. ગાયનો મૃતદેહનો નિકાલ કરવાની ના પાડતા મહિલા અને તેના પરિજનોને પણ ફટકારવામાં આવ્યાં હતાં. આ મામલે 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાતના 4500 ટેક્સપેયર ITની રડારમાં

ગુજરાતના 4500 ટેક્સપેયર ITની રડારમાં

ઇન્કમટેક્સ વિભાગ દેશભરમાં કરચોરી શોધી કાઢવા માટે સર્ચ કરી રહ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)ના મેમ્બર(વેસ્ટઝોન) આર.સી.મિશ્રાએ જણાવ્યું કે આઇડીએસ અંતર્ગત કરચોરી જાહેર કરવામાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે હતું. ગુજરાતના 4500થી વધુ કરદાતાના તમામ આર્થિક વ્યવહારો ઉપર આઈટી વોચ રાખી રહી છે.

લગ્ન બાદ 12 જ દિવસ સાસરીમાં રહી, છેક હવે શું કામ ફરિયાદ?: DIG પટેલ

લગ્ન બાદ 12 જ દિવસ સાસરીમાં રહી, છેક હવે શું કામ ફરિયાદ?: DIG પટેલ

રાજકોટના રેન્જ આઇજી સહિતના પરિવારજનો પર પુત્રવધૂએ ઘરેલુ હિંસા અંતર્ગત મારઝૂડ, જાનથી મારી નાખવાની ધમકી મામલે સાબરકાંઠાના વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે રાજકોટના DIG પટેલે જણાવ્યું કે લગ્નના 12 દિવસ સાસરીમાં રહેલી હિરલબેને પાંચ વર્ષ બાદ શું કામ ફરીયાદ નોંધાવી.

જામનગરના 90 ટકા ટ્રાફિક સિગ્નલ નકામા

જામનગરના 90 ટકા ટ્રાફિક સિગ્નલ નકામા

જામનગરમાં મુખ્ય માર્ગો ઉપરના ટ્રાફિક સિગ્નલ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. લાખો રૂપિયાના ખર્ચે ચારવાર ટ્રાફિક સિગ્નલો નાખવામાં આવ્યા પછી પણ હાલ 90 ટકા સિગ્નલ ચાલુ હાલતમાં નથી. આ માટે જમ્યુકો દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી ના હોવાની ફરિયાદો ઉઠી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X