ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

પાટીદારોના શ્રદ્ધાંજિલ કાર્યક્રમ નિષ્ફળ, અંદરો અંદર થઈ મારામારી

પાટીદારોના શ્રદ્ધાંજિલ કાર્યક્રમ નિષ્ફળ, અંદરો અંદર થઈ મારામારી

પાટીદારો દ્વારા "એક શામ શહીદો કે નામ" કાર્યક્રમનુ આયોજન કરાયું હતું. જેમાં પાટીદાર અનામત આંદોલનમાં મૃત્યુ પામેલા તથા ઉરીમાં શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવાની હતી. જોકે કેટલાક પાટીદાર યુવકોના પરિવારજનોને સ્ટેજ પર બેસાડવાના મુદ્દે અંદરો અંદર ઉગ્ર ઝગડો થતા મામલો ઝપાઝપી સુધી ગયો હતો. જેમાં પાટીદારો દ્વારા કેટલાક માધ્યમકર્મીઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી. ત્યારે મારામારીને પગલે શ્રદ્ધાંજલિ કાર્યક્રમને થોડા સમય માટે સ્થગિત કરવામાં આવ્યો હતો.

ગુજરાત પ્રદેશ શિવસેનાના ઉપપ્રમુખના પુત્રનું રહસ્યમય સંજોગોમાં મોત

ગુજરાત પ્રદેશ શિવસેનાના ઉપપ્રમુખના પુત્રનું રહસ્યમય સંજોગોમાં મોત

અંકલેશ્વર જીઆઇડીસી પાસે રહેતા ગુજરાત પ્રદેશ શિવસેનાના ઉપ-પ્રમુખ સતીષ પાટીલના પુત્ર વિવેકનું ગત રોજ શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. સતીષ પાટીલનો પુત્ર વિવેક શનિવાર બપોરે ઘરેથી ગુમ થયો હતો અને રવિવારે સવારે તેનો મૃતદેહ મધુવન સોસાયટીમાં મકાનના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો હતો. મૃતદેહ મળી આવ્યો ત્યારે તેના મોઢામાંથી ફીણ નીકલી રહ્યુ હતુ. વિવેકના પરિવારે તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યકત કરી છે. વધુમાં હાલ પોલીસ હત્યા અને આત્મહત્યાન થીયરી પર આગળ વધી રહી છે. કારણ કે વિવેકની લાશ જે સ્થળે થી મળી ત્યાં પોલીસ અગાઉ પણ તપાસ કરી હતી પરંતુ તે સમયે વિવેકની લાશ તે સ્થળે ન હતી.

કૂવામાંથી મળી આવી યુવકની લાશ

કૂવામાંથી મળી આવી યુવકની લાશ

અમરેલીના બાબરા પાસે યુવકની કોહવાયેલી લાશ મળી આવી હતી. બાબરાના વલારડી ગામે ગામે રહેતા કાળુભાઇ વશરામભાઇ નવાપરિયાની વાડીમા આવેલ પાણી ભરેલા કૂવામાં એક અજાણ્યા યુવકની લાશ અંગેની માહિતી મળતા પોલીસ ત્યાં પહોંચી હતી. સ્થાનિક તરવૈયાની મદદથી લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પીએસઆઇ રામાવતે જણાવ્યું હતું કે હાલ તો આ અજાણ્યા યુવકે આત્મહત્યા કરી હોવાનુ પ્રાથમિક તારણ જણાઇ રહ્યું છે.

ભત્રીજા વહુની છેડતી બાદ હત્યા કરનારો ઝડપાયો

ભત્રીજા વહુની છેડતી બાદ હત્યા કરનારો ઝડપાયો

થોડા મહિનાઓ અગાઉ સુરેન્દ્રનગરમાં એક આધેડે પોતાની ભત્રીજા વહુ તાબે ન થતા તેની ધારિયાથી હત્યા કરી હતી. તે આરોપી એટલે કે મૃતક મહિલાના પતિ લક્ષ્મણભાઇના ફૂઆ સેંધાજી ઠાકોરને પોલીસે ઝડપી લીધો છે. ફરાર આરોપીને પકડવા સીટી ઇન્ચાર્જ પી.આઈ. આર.એમ. ચુડાસમાના માર્ગદર્શનથી પોલીસે વિરમગાર -કોકતા રોડ પર વોચ ગોઠવી આરોપીને ઝડપી લીધો હતો. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરના નિર્મળનગરમાં રહેતો અશોક ઉર્ફે મુન્નો લક્ષ્મણભાઇ સારલા કડિયાકામ કરીને પરીવારનું ગુજરાન ચલાવતો હતો. તેના ફૂઆ તેની સાથે રહેતા હતા. પણ કુકર્મી ફુવાએ અશોકના પત્ની હેતલબેન પર નજર નાખી હતી. પણ વહુ તેમના તાબે ન થતા તેણે હેતલબહેને ધારિયા મારીને હત્યા કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X