સપ્ટેમ્બર 8, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ
ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...
નર્મદા ડેમ ઓવરફ્લો; 50થી વધુ ગામો એલર્ટ કરાયા
નર્મદા ડેમ ઓવર ફ્લો થતાં જ નર્મદા ડેમમાંથી 8 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે. આ પગલે ગરૂડેશ્નરના 26 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તિલકવાડાના 13 ગામને એલર્ટ કરાયા છે. વડોદરાના 12 ગામોને એલર્ટ કરાયા છે. તમામ ગામોના તલાટી અને સરપંચોને એલર્ટ રહેવાના આદેશો આપી દેવામાં આવ્યા છે.
નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારી
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્માદા ડેમમાં પાણીની આવક વધી છે. ડેમમાં દર કલાકે 10થી વધીને 22 સેન્ટીમીટર પાણી વધી રહ્યું છે. નર્મદા ડેમ ઓવરફ્લો થવામાં 54 સેન્ટીમીટર બાકી છે. ડેમમાંથી 2,14,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે આર્ટિફિશિયલ તળાવ બનાવાયા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પર્યાવરણને નુકસાનથી બચાવવા અને ધાર્મિક લાગણીઓનું ધ્યાનમાં રાખીને ઠેકઠેકાણે આર્ટિફિશિયલ તળાવો બનાવ્યા છે.
ચાંગોદરમાં બાળકો સાથે પતિ -પત્નીનો આપઘાત
અમદાવાદના ચાંગોદર પાસે પતિ-પત્નીએ બે બાળકો સાથે ઝેરી દવા પીને કર્યો આપઘાત. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં વરસાદની દે ધનાધન ચાલુ
અમદાવાદમાં ભારે વરસાદને પગલે વાસણા બેરેજના 12 દરવાજા ખોલાયા. પાણીની સપાટી 175 ફૂટથી ઘટાડીને 134 ફૂટ કરવામાં આવશે. 12 દરવાજાને 1 ફૂટ ખોલીને 12,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસથી પાણીની આવક નથી, પરંતુ અમદાવાદ શહેરમાં પડી રહેલા ભારે વરસાદ અને નર્મદા કેનાલમાં પાણી છોડાતા વાસાણા બેરેજના દરવાજા ખોલવાની ફરજ પડી. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. મીઠાખળી અન્ડરપાસ બંધ કરવામાં આવ્યો. સવારે વરસાદની દે ધનાધન બાદ સવારે 11 વાગે વરસાદની ઝડપ ઘટી છે.
જામનરગના ધ્રોલ પાસે ત્રિપલ અકસ્માત
જામનગરથી ધ્રોલ જઇ રહેલી મોટર સાયકલને ટ્રકે ટક્કર મારતા મોટર સાયકલ પોલીસની જીપને અથડાઇ હતી. પોલીસ સહિત બે વ્યક્તિઓ ઘાયલ બની છે. ઘાયલોને જામનગર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.