ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

[ ગુજરાત ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો..

અમદાવાદમાં પોલિસ રેડમાં દેશી દારૂ સાથે 44 ઇસમોની અટક

અમદાવાદમાં પોલિસ રેડમાં દેશી દારૂ સાથે 44 ઇસમોની અટક

અમદાવાદના વસ્ત્રાલ રીટાનગર અને રામોલ ગામે બુધવારે અમદાવાદ પોલિસે રેડ પાડીને દેશી દારૂ ચલાવતા બુટલેગરો સમેત દારૂ પી રહેલા કુલ 44 લોકોની ધરપકડ કરી છે. જેમાથી બે વોન્ટેડ અપરાધી પણ હતા. તેમની પાસેથી મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે.

કોંગ્રેસમાં વિવાદ- શક્તિસિંહે કર્યો ભર્યો નનૈયો

કોંગ્રેસમાં વિવાદ- શક્તિસિંહે કર્યો ભર્યો નનૈયો

ગુજરાતમાં હવે કોંગ્રેસમાં પણ આતંરિક વિવાદ ધીરે ધીરે બહાર આવતો દેખાય છે. જગદીઠ ઠાકોરના રાજીનામા બાદ આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે પણ જિલ્લાની વિશિષ્ટ જવાબદારીઓને અસ્વીકાર કરીને રાજીનામું સ્વીકારવાની વાત કરી છે. શક્તિસિંહ ગોહિલે પ્રમુખ ભરતસિંહ સોલંકીને પત્ર લખીને આ બાબતે જાહેરાત કરી છે અને સંગઠનના કાર્યકર્તા તરીકે કામ કરવાની વાત કરી છે.

રાજપીપળામાં બટનથી બનાવવામાં આવ્યા સિદ્ધિ વિનાયક

રાજપીપળામાં બટનથી બનાવવામાં આવ્યા સિદ્ધિ વિનાયક

વિધ્નહર્તાના અવનવા સ્વરૂપના દર્શન થઈ રહ્યા છે ત્યારે રાજપીપળાના ભાટવાડા વિસ્તારમાં બટનથી સજાવેલા ગજાનનના દર્શન કરવા ભક્તજનો ઉમટ્યા હતા. આ એકસરખા ચમકતા બટન ખાસ દિલ્લીથી મંગાવવામાં આવ્યા હતા. મૂર્તિને બટનથી સજાવવામાં એક માસની મહેનત તથા બે લાખ જેટલા બટનનો ઉપયોગ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ભાટવાડામાં છેલ્લા 30 વર્ષથી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાંથી ગણેશજીનું સર્જન કરવામાં આવે છે.

વ્યાજખોરાથી ત્રાસી વેપારીએ કર્યો આપઘાતનો પ્રયાસ

વ્યાજખોરાથી ત્રાસી વેપારીએ કર્યો આપઘાતનો પ્રયાસ

વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા આશિષ ક્ષેત્રી નામના વેપારીએ વ્યાજખોરોથી ત્રાસી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો તેઓ હાલ સારવાર હેઠળ છે. વેપારીએ આત્મહત્યાના પ્રયાસ પહેલા પત્નીને સંબોધિને ત્રણ પાનાની સુસાઇડ નોટ લખી હતી. એલ્યુમિનીયમ સેક્સનનો વ્યવસાય કરતા 38 વર્ષના આશિષ ભાઇએ ચાની લારી ઉપર જઈ ચા ખરીદી અને કપમાં રેટ કિલરની નાંખી ગટગટાવી લઇ આપઘાતનો પ્રયત્ન કર્યો હતો. દવા પીને પડી ગયેલા આશિષભાઇને જોતા સ્થાનિકોએ તેમને હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.

સુરત કાર્યક્રમ પહેલા પાસ અગ્રણીઓની અટક

સુરત કાર્યક્રમ પહેલા પાસ અગ્રણીઓની અટક

સુરત ખાતે આજે યોજવામાં આવી રહેલા સત્કાર સમારંભ રહેલા જ પાસને એક પછી એક અગ્રણીઓની પોલિસ દ્વારા અટક કરવામાં આવી છે. જેમાં નવસારી પાસના અગ્રણી કનુ સુખડીયા ની નવસારી પોલીસેએ અટકાયત કરી છે.

કેશુબાપાને કેમ ભૂલી ગયા? હાર્દિકનો સવાલ

કેશુબાપાને કેમ ભૂલી ગયા? હાર્દિકનો સવાલ

મૂકેશ સવાણીએ કરેલા આક્ષેપ કે હાર્દિકે નાયબ મુખ્યમંત્રી બનવાના અભરખા હતા તેના જ જવાબમાં હાર્દિકે કહ્યુ હતું કે તમે પાટીદારોનું સન્માન કરો છો તો કેશુબાપાને કેમ ન બોલાવ્યા?વધુમાં હાર્દિકે કાર્યક્રમના આયોજક મહેશ સવાણી સામે પ્રહાર કરતાં કહ્યું છે કે, મહેશભાઈ બોખલાઈ ગયા છે. કેમ કે જે પ્રમાણે એમના વીડીયો વાયરલ થઇ રહ્યા છે એમની ભાષા સંપૂર્ણં જનરલ ડાયર જેવી થઇ ગઈ છે. વધુમાં તેણે કહ્યું કે સમાજને ગેરમાર્ગે દોરવાનું અને તોડવાનું બંધ કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X