દીકરીનો જન્મ થતા મોરબીના પરિવારની અનોખી ઉજવણી,120 ચુલા પર 51,111 રોટલા ગાયોને ખવડાવવાનું સેવા કાર્ય શરૂ
ઘરે દીકરા-દીકરીના જન્મ પર લોકો અનોખી રીતે ઉજવણી કરતા હોય છે. લોકો પેડા કે સ્વીટ ખવડાવીને લોકોનું ગળ્યુ મોઢુ કરાવતા હોય છે, જ્યારે ઘણા લોકો ઘરે દીકરા-દીકરીના જન્મ નિમિતે પાર્ટીનું આયોજન કરતા હોય છે ત્યારે મોરબી ખાતેથી એક અનોખીની ઉજવણીની વાત સામે આવી છે.
ઉજવણી અંગે સામે આવતી માહિતી પ્રમાણે, મૂળ લાલપરના અને હાલ મોરબીમાં રહેતા જયભાઈ આદ્રોજાના ઘરે દીકરીનો જન્મ થયો છે અને દીકરીનો જન્મ થતા તેમણએ લક્ષ્મીજીના વધમણાં કર્યા હતા. તેમને જે રીતે દીકરીના જન્મની ઉજવણી કરી છે તે જોઈને લોકો હાલ તેમને બિરદાવી રહ્યા છે.
જયભાઈ આદ્રોજાના પરિવારે દીકરીના જન્મની ઉજવણીના ભાગરૂપે ગાયોને રોટલા ખવડાવવાનો સંકલ્પ લીધો હતો. તેમણએ 100, 200 કે 500 નહીં પરંતુ 51,111 રોટલા ગાયોને ખવડાવવાનો સંકલ્પ લીધો હતો
તેમના ઘરે દીકરીનો જન્મ થતા તેણએ રવાપર ગામમાં આવેલ બોની પાર્ક પાસે 120 ચૂલા પર રોટલા બનાવવાના શરૂ કર્યા હતા અને ત્રણ દિવસથી 100 બહેનો રોટલા બનાવી રહ્યા છે, જેનો આજે એટલે કે 28 ફેબ્રૂઆરીએ ત્રીજો દિવસ છે..

ગાયો સુધી આ રોટલા પહોંચે તે માટે 100 સ્વયંસેવકો કાર્યરત છે. 100 સ્વયંસેવકોએ તૈયાર થયેલા રોટલા વિવિધ ગૌશાળામાં પહોંચાડી રહ્યા છે.
આ અનોખી રીતે ઉજવણી અંગે જયભાઈએ જણાવ્યું હતું કે, અત્યારે દરેક ઉજવણીમાં ભારે ખર્ચો કરવામાં આવી રહ્યો છે. પણ અમે નક્કી કર્યું હતું કે, અમે દીકરીનો જન્મ થશે તો સંસ્કૃતિ અનુરુપ જ ઉજવણી કરીશું અને આપણી સંસ્કૃતિમાં ગાયને માતાનું બિરુદ આફવામાં આવ્યું છે.
જેથી ગાય માતાને રોટલા ખવડાવીને તેમની જઠરાગ્નિ ઠારવાનું કામ અમે કરી રહ્યા છે આનાથી કોઈ મોટી ઉજવણી નથી. જયભાઈના પરિવારની આ ઉજવણી લોકો ખૂબ જ બિરદાવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
