ફરી ઉડી બાપુના કોંગ્રેસ છોડવાની અફવા, બાપુએ કરી સ્પષ્ટતા

Written By:
Subscribe to Oneindia News

ગુજરાતની વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવતી જાય છે, તેમ તેમ અફવાઓનું બજાર પણ ગરમ થતું જાય છે. રવિવારે સવારે અફવા ઉડી હતી કે, કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ આખરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ફેક્સથી રાજીનામું મોકલ્યું હોવાની વાતો ફરતી થઇ હતી. એવી પણ અફવા હતી કે, શંકરસિંહ વાઘેલા ગુજરાત વિધાનસભાની ખાલી રહેલ ત્રણ બેઠક પૈકી એક માટે ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવશે.

છેલ્લા ઘણા સમયથી શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકી વચ્ચેના મતભેદની ખબરો આવી રહી છે, એવામાં બાપુએ કોંગ્રેસ છોડ્યું હોવાના સમાચારથી રાજકારણ ક્ષેત્રે હાહાકાર થયો હતો. જો કે, શંકરસિંહ વાઘેલા આ તમામ વાતોને અફવા ગણાવી છે.

shankarsinh vaghela

શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડ્યું હોવાની તમામ વાતોને રદિયો આપતાં કહ્યું કે, હું હજુ પણ કોંગ્રેસમાં જ છું. એબીપી અસ્મિતા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, 'મેં કોઇ રાજીનામું નથી આપ્યું, ના તો કોઇ ફેક્સ કે મેઇલ કર્યો છે. મારા રાજીનામાના અહેવાલ સત્યથી વેગળા છે. મારી એવી કોઇ યોજના પણ નથી. હું હાલ કોંગ્રેસમાં જ છું.'

English summary
Shanakrsinh Vaghela clears the air, says, I am still in Congress. I have not resigned.
Please Wait while comments are loading...