અમરેલીમાં લંપટ શિક્ષકની કામલીલા, બાળકીઓને દારૂ પાઈને દુષ્કર્મ આચર્યુ
અમરેલી જિલ્લામાં એક નરાધમ શિક્ષકે શિક્ષણ ક્ષેત્રને શર્મશાર કરતી ઘટનાને અંજામ આપ્યો છે. શાળામાં મહેન્દ્ર પટેલ નામના શિક્ષકે ધોરણ 4માં ભણતી બે વિદ્યાર્થિનીઓ સાથે દુષ્કર્મ આચર્યાનું સામે આવ્યું છે.
આ શિક્ષક છેલ્લા આઠ દિવસથી બાળકી સાથે દુષ્કર્મ આચરતો હતો અને તેમને દારૂ પીવડાવતો હોવાનો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે.

અમરેલીના કુંકાવાવ રોડ પર આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં આ ઘટના બની. આ શાળામાં શિક્ષક તરીકે કાર્યરત મહેન્દ્ર પટેલે વિદ્યાર્થિનીઓને શાળામાં જ દારૂ પીવડાવીને દુષ્કર્મ આચર્યુ.
એક બાળકીના વાલીને ધ્યાને આવ્યુ કે બાળકીને સ્કૂલમાંથી પાછા આવ્યા બાદ ઉલ્ટી થવા લાગી. આ અંગે તપાસ કરતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો.
ઘટનાની જાણ થતા વાલીઓમાં ભારે રોષ છવાયો હતો. વાલીઓ શાળાએ પહોચ્યા ત્યારે શિક્ષક એક બાળકી સાથે અસ્તવ્યસ્ત હાલતમાં જોવા મળ્યો. રોષે ભરાયેલા વાલીઓએ શિક્ષકની ધોલાઈ કરી અને તેને પોલીસના હવાલે કર્યો. પોલીસને જાણ કરતા તાત્કાલિક શિક્ષક મહેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી છે.
અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ પોક્સો અધિનિયમ અને દુષ્કર્મની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
હાલમાં પોલીસ સમગ્ર ઘટનાની વધુ તપાસ કરી રહી છે. બાળકોની સુરક્ષા માટે શિક્ષક જેવા પવિત્ર વ્યવસાયમાં રહેલા માણસો દ્વારા કરવામાં આવેલી આવી ગંદી હરકતો ચિંતાજનક છે.
આ ઘટના સમાજ માટે એક ચેતવણીરૂપ છે કે બાળકોની સુરક્ષાને લઈને વાલીઓએ સાવચેત રહેવું જોઈએ. શાળાઓમાં શિક્ષક તરીકે નિયુક્ત વ્યક્તિઓની યોગ્ય તપાસ અને દેખરેખ જરૂરી બની ગઈ છે. આ ગુનાને લગતી કડક કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને.












Click it and Unblock the Notifications
