For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગામી તા ૨૧ અને ૨૨ સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાનું ટૂંકું સત્ર મળશે

આગામી તા ૨૧ અને ૨૨ સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાનું ટૂંકું સત્ર મળશે

|
Google Oneindia Gujarati News

પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તા.૨૧ અને ૨૨ સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા ખાતે ટૂંકું સત્ર મળશે. તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.

Gujarat Vidhansabha

મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં આગામી સમયમાં અંદાજિત રૂ.૩૩૦૦ કરોડના કુલ ૨૦ હજાર જેટલા વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે તેનો લાભ રાજ્યના નાગરિકોને મળશે.

મંત્રી વાઘાણીએ સેવસેતું કાર્યક્રમની વિગતો આપતા કહ્યું કે, રાજ્યના નાગરિકોને આધારકાર્ડ, રેશનકાર્ડ સહિતની વિવિધ સેવાઓ ઘર આંગણે મળી રહે તે આશયથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. રાજ્યમાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમના સાત તબક્કાઓ અંતર્ગત ૪૧,૧૪,૭૯૯ મળેલી અરજીઓ પૈકી ૪૧,૧૪,૪૮૯ અરજીઓ એટલે કે ૯૯.૯૯ ટકા અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.

English summary
A short session of the Gujarat Legislative Assembly will be held on September 21 and 22
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X