સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટનો નરેન્દ્ર મોદીને ચૂંટણી પડકાર

સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના બીજા તબક્કામાં સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટ મણિનગર બેઠક પરથી ચૂંટણી લડશે. આ ચૂંટણી તેઓ કોંગ્રેસની ટિકીટ પર લડશે.
આ અંગે ભાજપના મહામંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે "મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે ટક્કર ઝીલી શકે તેવો એક પણ ઉમેદવાર કોંગ્રેસ પાસે નથી. આથી કોંગ્રેસે પોતાનું નાક કપાતું બચાવવા માટે સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટને ટિકીટ આપી હોય એવું બને. આમ કરવાથી નરેન્દ્ર મોદી સામે કયો ઉમેદવાર ઉતારવો તેની ચિંતા તો જશે સાથે લોકોમાં આ મુદ્દે ચર્ચા પણ જાગશે."
જો કે આ અહેવાલની સત્યતા બાબતે હજી સુધી કોઇ નક્કર માહિતી મળી શકી નથી.












Click it and Unblock the Notifications
