અહેમદ પટેલના ઈશારે તીસ્તા સેતલવાડે ગુજરાત સરકારને નબળી પાડવાનુ રચ્યુ હતુ ષડયંત્રઃ SIT
ગુજરાત પોલીસે શુક્રવારે કાર્યકર્તા તિસ્તા સેતલવાડની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. જાણો શું કહ્યુ.
નવી દિલ્લીઃ ગુજરાત પોલીસે શુક્રવારે કાર્યકર્તા તિસ્તા સેતલવાડની જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને દાવો કર્યો હતો કે તે 2002ના રમખાણો પછી રાજ્યમાં ભાજપ સરકારને હટાવવા માટે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના ઈશારે કરવામાં આવેલા 'મોટા કાવતરા'નો ભાગ હતી.

'રાજકીય ઉદ્દેશથી સરકારને અસ્થિર કરવા માટે રચ્યુ ષડયંત્ર'
ગુજરાતના અમદાવાદની સેશન્સ કોર્ટમાં દાખલ કરાયેલ એફિડેવિટમાં SITએ જણાવ્યુ હતુ કે, 'આ મોટા ષડયંત્રને અંજામ આપીને અરજદાર(તિસ્તા સેતલવાડ)નો રાજકીય હેતુ ચૂંટાયેલી સરકારને બરતરફ કરવાનો અથવા અસ્થિર કરવાનો હતો. તેણે નિર્દોષ લોકોને ખોટી રીતે ફસાવવાના પ્રયત્નોના બદલામાં હરીફ રાજકીય પક્ષો પાસેથી ગેરકાયદેસર નાણાકીય અને અન્ય લાભો અને પુરસ્કારો મેળવ્યા.
ગોધરા કાંડ બાદ થયેલા રમખાણો બાદ મળ્યા 30 લાખ રુપિયા
ઈન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ એક સાક્ષીના નિવેદનોને ટાંકીને SITએ કહ્યુ કે આ કાવતરુ દિવગંત અહેમદ પટેલના કહેવા પર કરવામાં આવ્યુ હતુ. તેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે સેતલવાડને 2002 પછીના ગોધરા રમખાણો પછી અહેમદ પટેલના કહેવા પર 30 લાખ રૂપિયા મળ્યા હતા.
તમને જણાવી દઈએ કે 2002ના ગુજરાત રમખાણોના કેસમાં પુરાવાને કથિત રીતે રચવા બદલ પૂર્વ પોલીસ મહાનિર્દેશક આરબી શ્રીકુમાર સાથે સેતલવાડની ધરપકડ કરવામાં આવી હતી. પોતાના સોગંદનામામાં એસઆઈટીએ વધુમાં દાવો કર્યો હતો કે રમખાણોના કેસોમાં ભાજપ સરકારના વરિષ્ઠ નેતાઓના નામો ફસાવવા માટે સેતલવાડ 'તે સમયે દિલ્હીમાં સત્તામાં રહેલા એક મોટા રાષ્ટ્રીય પક્ષના નેતાઓ સાથે મુલાકાત' કરતા હતા. અન્ય એક સાક્ષીએ દાવો કર્યો હતો કે 2006માં સેતલવાડે કોંગ્રેસના એક નેતાને પૂછ્યુ હતુ કે શા માટે પાર્ટી 'ફક્ત શબાના અને જાવેદને જ તક' આપી રહી છે અને તેમને રાજ્યસભાના સભ્ય કેમ બનાવતા નથી.












Click it and Unblock the Notifications
