For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાર્ટીઓનો ખેલ બગાડી શકે છે અપક્ષ ઉમેદવારો, પહેલા ચરણમાં અધધ આટલા અપક્ષ ઉમેદવારો નોંધાયા!

ગુજરાતમા વિધાનસભા ચૂંટણીનો પહેલો રાઉન્ડ 1 ડિસેમ્બરે યોજાશે. ચૂંટણી પહેલા ફોર્મ ભરવાની અને પાછા ખેંચવાની પ્રકિયા પુર્ણ થઈ ગઈ છે. હવે પ્રકિયા પુરી થયા બાદ હવે ઉમેદવારોના આંકડા સામે આવી રહ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગુજરાતમા વિધાનસભા ચૂંટણીનો પહેલો રાઉન્ડ 1 ડિસેમ્બરે યોજાશે. ચૂંટણી પહેલા ફોર્મ ભરવાની અને પાછા ખેંચવાની પ્રકિયા પુર્ણ થઈ ગઈ છે. હવે પ્રકિયા પુરી થયા બાદ હવે ઉમેદવારોના આંકડા સામે આવી રહ્યા છે. આ આંકડામાં અપક્ષ ઉમેદવારોના આંકડા ચૌકાવી રહ્યા છે. નિષ્ણાતોનું માનીએ તો આ વખતના અપક્ષ ઉમેદવારો પાર્ટીઓનો ખેલ બગાડી શકે છે.

vote

ઈલેક્શન કમિશને જાહેર કરેલા આંકડા અનુસાર, 19 જિલ્લાની 89 વિધાનસભા બેઠકો પર પહેલા રાઉન્ડની ચૂંટણીમાં 788 ઉમેદવારો મેદાનમાં છે. સૌથી મોટી વાત એ છે કે સૌથી વધુ અપક્ષ ઉમેદવારોએ 89 બેઠકો માટે ઉમેદવારી નોંધાવી છે. આ બેઠકો પર લગભગ 42 ટકા 331 અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

આ અપક્ષ ઉમેદવારોમાં સૌથી વધુ ઉમેદવારો સુરતમાં નોંધાયા છે. સુરત બાદ રાજકોટમાંથી અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. સુરતમાં સૌથી વધુ 75 ઉમેદવારો એટલે કે લગભગ 23 ટકા અપક્ષ ઉમેદવારો છે, જ્યારે રાજકોટમાં 32 અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

એક સીટ પર સૌથી વધુ અપક્ષ ઉમેદવારોની વાત કરીએ તો, સુરતની લિંબાયત બેઠક પર સૌથી વધુ 34 અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. લિંબાયત બેઠક માટે કુલ 44 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 34 અપક્ષ ઉમેદવારો છે. આ સિવાય 34માંથી માત્ર 31 મુસ્લિમ ઉમેદવારો છે. અપક્ષ ઉમેદવારોના જીતવાની શક્યતા ઓછી છે, પરંતુ દાવેદારીથી મતોનું ધ્રુવીકરણ થાય છે. જેના કારણે મોટા રાજકીય પક્ષોના મતો વિભાજિત થાય છે. એટલા માટે તમામ રાજકીય પક્ષો જીતવા માટે મહેનત કરી રહ્યા છે. ભાજપ તેની વર્ષો જૂની સત્તા છોડવા માંગતી નથી, તેથી ભાજપે પક્ષના મોટા દિગ્ગજ નેતાઓને ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતાર્યા છે.

English summary
So many independent candidates registered in the first phase of assembly elections!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X