જુનાગઢના કેશોદમાં ભેદી ધડાકો, લોકોમાં ફફડાટ

મળતી માહિતી અનુસાર, કેશોદ ખાતે બપોરના 1.30થી 2 વાગ્યાની વચ્ચે કોઇ ભેદી ધડાકો થઇ હોવાની વાતની પૃષ્ટિ વહિવટી વિભાગ દ્વારા કરવામાં આવી છે. જો કે, આ ધડાકાના કારણે કોઇ જાન-માલનું નુક્સાન નહીં થયું હોવાની પ્રાથમિક માહિતી છે. મામલતદાર કચેરીની એક ટૂકડી ઘટના સ્થળે પહોંચી છે અને ધડાકો કેવી રીતે થયો તે જાણવામાં લાગી ગઇ છે. બીજી તરફ ભૂસ્તર વિભાગે આ કોઇ ભૂકંપનો આંચકો હોવાની વાતની કોઇ પૃષ્ટિ કરી નથી.
અત્રે આ વાત ઉલ્લેખનીય છે કે હાલમાં જ કચ્છના ભચાવ તેમજ રાધનપુરમાં હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેથી બની શકે કે આ પણ ભૂકંપના આંચકાના કારણે જ થયું હોય પરંતુ હજુ સુધી એ વાતની કોઇ અધિકારિક પૃષ્ટિ જાણવા મળી નથી. લોકોમાં એક હદે ફફડાટ વ્યાપી ગયો હતો.












Click it and Unblock the Notifications
