મોરબી દુર્ઘટના પર બોલતા ભાવુક થયા પીએમ મોદી, કહી આ વાત

પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે. બનાસકાંઠાના થરાદમાં પીએમ મોદીએ ઘણી પરીયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે પીએમ મોદીએ મોરબીની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન મોરબી અકસ્માત પર બોલતા તેઓ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્

પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે. બનાસકાંઠાના થરાદમાં પીએમ મોદીએ ઘણી પરીયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે પીએમ મોદીએ મોરબીની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન મોરબી અકસ્માત પર બોલતા તેઓ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, 'મોરબીમાં બનેલી ભયાનક, દર્દનાક ઘટનાથી મારું મન ખૂબ જ વ્યથિત છે.. હું મૂંઝવણમાં છું.'

મોરબી દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યુ

મોરબી દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યુ

ઉલ્લેખનિય છેકે ગુજરાતના મોરબીમાં કેબલ બ્રિજ અકસ્માતમાં 141 લોકોએ જીવ ગુમાવ્યો હતો. 170 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને ઘણા હજુ પણ ગુમ છે. પીએમ મોદી સહિત ઘણા રાજકારણીઓએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બનાસકાંઠામાં કેટલાક પ્રોજેક્ટના શિલાન્યાસ માટે આવ્યા હતા.

બનાસકાંઠામાં વિકાસકાર્યોનો કર્યો શિલાન્યાસ

મોદીએ કહ્યું કે, 'અમે જનહિતમાં વિકાસના કામોને આગળ વધારી રહ્યા છીએ. આ તરત જ થવું જોઈએ. આપણી સેવા-જવાબદારી મોટી છે એટલે મન દૃઢ થયું છે. એમ કહીને તેમણે દુ:ખી હૃદયે વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.

ભુપેન્દ્ર પટેલે કહી આ વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બનાસકાંઠાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભાજપ સરકારે રાજ્યને નવી ઉંચાઈઓ પર પહોંચાડ્યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અહીં વિશ્વકક્ષાની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. હવે ફરી એકવાર બનાસકાંઠા જિલ્લામાં હજારો કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X