જોક્સ: સુરતી લાલાઓને આ જોક્સ પટે પકડી પકડીને હસાવશે!

Posted By:
Subscribe to Oneindia News

જોક્સ : સંસ્કારનગરી વડોદરાના ભાવિનકુમારે યુવાનીના ઉંબરે પગરણ માંડયાં. કન્યાઓ જોવાનું શરૂ કર્યું. બેટર ચોઈસ અને વાઈડ સિલેક્શન માટે એમણે 'ડક્સીન ગુજરાટ'ના સુરત શહેર તરફ નજર દોડાવી, કુંડળી મેચ થઈ. પરિવારો અનુકૂળ હતા એટલે ભાવિનકુમાર કન્યાને સુરત જોવા જવા નીકળ્યા.

સરનામું કતારગામ રોડનું હતું. પણ રિક્ષાવાળાને 'ટ્રનેક' વાર સમજાવ્યું ત્યારે એ બોલ્યો, "એમ કેવ ની ટારે કે કટાળગામ ળોડ પર જવું છ." છેવટે રિક્સાવાળાએ બરાબર 'થેકાણે' પહોંચાડયા.

jokes

ભાવિ સસરાની એક જ શરત હતી,
"પોયરો કાંડા-લહણ ખાટોની જોઈએ."
એટલે મીતકુમારે પોતે કાંદા લસણ ખાય છે
એ છુપાવવાનું હતું.

ભાવિ સસરાના ઘરે ડોરબેલ વગાડતાં બારણાના જાળિયાનું તાળું ખોલી જમાઈને આવકારવામાં આવ્યા. સસરા તાડુક્યા "બાન્ને ટાલું મારી ડે. ભિખારી અંડર ઘૂસી આવે ચ. બીજા ભિખારી ની આવી જાય."

આવા સન્માન પછી સસરાએ ઘરનોકરને કહ્યું, " હોફા હાફ કર ની ટો જમાઈરાજન બઢી હૂરટની ઢૂલ લાગી જહે."
હોફા હાફ થીયો એટલે જમાઈએ પૂંઠ ટેકવી.
સસરાએ કિચન તરફ જોઈ બૂમ પાડી,
"ઈંડુ ટૈયાર છે?"

મીતકુમાર હચમચી ગયા.
વાત તો થઈ હતી કે કાંદા લસણનો બાધ છે અને આ લોકો સવારની પહોરમાં ઇંડુ પીરસવાની વાત કરતા હતા.

ભાવિનકુમારને થયું કે સસરા એની પરીક્ષા લઈ રહ્યા છે...
એટલે મીતકુમાર બને તેટલી શાંતિથી બોલ્યા,
"ઈંડુ મને પસંદ નથી. એક્ચ્યુઅલી અમારા આખા પરિવારમાં કોઈને ઇંડુ ન ચાલે!"

સસરા 'અકરાયા', "અરે! ઇંડુ પસંડ ની મલે તો હું કામ હૂરટ હુઢી લામ્બા ઠિયા?" આ સંવાદ સાંભળી સાસુજી બહાર ઘસી આવ્યાં,

"ફોતો ને કુન્દલી જોઈને ના ની પાળી ડેવાય? આ રીટે અમારા પળિવાળની ફજેટી કળવાની?"

ભાવિનકુમારને સમજાયું નહીં કે સવારની પહોરમાં ઇંડુ ખાવાની ના પાડવાથી કોઈ પરિવારની ફજેતી કેવી રીતે થાય! છતાં ભાવિનકુમાર બોલ્યા,"સોરી!"

સસરા હજુ ગુસ્સામાં હતા, "તમારી સોળીની હું અમારે હોળી કરવાની? ગ્નાટીના મેરામાં અમે કેયું કે અમને'ભાવિન' ચાલહે તો ટમારાં મમ્મી પપ્પાએ બી કેયું કે અમારે'ઇંડુ' ચાલહે, પછી હવે હેના પલટી મારો!"

બે વૈષ્ણવ વેવાઈએ વચ્ચે એગ ચાલે એવો સંવાદ થાય એ ભાવિનકુમારની અલ્પબુદ્ધિ માટે કલ્પના બહારનું હતું. સસરાએ હાથ જોડયા, "ઇંડુ તૈયાર છે હવે જોઈ ટો લેવ!"

ભાવિનકુમારને થયું કે ઇંડુ ખાવામાં બાધ છે, જોવામાં નથી. એટલે હકારસૂચક હા પાડી. સસરાને 'શાન'ના શાકાલની જેમ 'ત્રન ટાલી' પાડી એટલે એક સુંદર કન્યા ટ્રે લઈ આવી.

ટ્રેની અંદરનો ખાદ્ય પદાર્થ જોતાં ભાવિનકુમારને થયું કે ઇંડા લંબગોળને બદલે ગોળ કેમ છે?
ત્યાં જ સાસુ બોલ્યાં, "મોં મીથું કરો!"
ચોંક્યા, 'સ્વીટ એગ્સ?'
સૂગ કરતાં ક્યુરિયોસિટી વધી જતાં મીતકુમારે એ
ગોળાકાર ઇંડા'ને પકડી સૂંઘી જોયું.
સસરાએ ખુલાસો કર્યો, "રસગુલ્લા છે."
બોલ્યા, "તમે તો ઈંડુ ઇંડુ કરતાં હતા ને!"

સાસુએ કહ્યું, "ટે આ રેઈ અમારી ઇંડુ ઉર્ફે ઇંડ્રાવટી,
ટમે જેને નિહારવા આવ્યા ટે ટમારી હામ્મે ઊભી!"
ભાવિનકુમારે આદુંવટી અને ઘનવટી જોઈ હતી પણ ઇંડ્રાવટી પહેલી વાર જોઈ. એ ઇંદ્રાવતીના રૂપના પ્રકાશમાં એકસાથે બધી ટયુબલાઇટ ઝબકી.

સસરાજી'ઇંડુ તૈયાર છે?' નહીં પણ'ઇન્દુ તૈયાર છે?' એમ પૂછતા હતા. અને પોતે એમ કહ્યું કે અમારા પરિવારમાં'ઇંડુ' ન ચાલે ત્યારે આ હૂરટીઓ 'ઇન્દુ' ન ચાલે એમ સમજ્યા હતા.

કેટરીના અને દીપિકાને હંફાવે એવી ઇન્દુને જોઈને અને આ સ્પષ્ટતા થતાં ભાવિનકુમારનો શ્વાસ હેઠો બેઠો. ત્યાં જ સસરાજી બોલ્યા, "તમારા શાળા ટુસાર સાળામાં ભનાવવા ગિયા છે, સીકસક છે. એ આવી જાય એટલે ચીકનપૂરી ખાઈ લઈએ."

મીતકુમારે ચીકનપૂરી નામની વાનગી લંચમાં ખાવાની કલ્પના નહોતી કરી. પણ ના કેવી રીતે પાડવી? એ તો શીખંડપૂરી પીરસાયાં ત્યારે જ ખબર પડી કે વાનગી પ્રાણીજન્ય હતી પણ વર્જ્ય નહોતી.

અંટે ભાવિન કુમારે કહી ડીઢુ કે મને ઈંડુ પસંડ છે!!!!

English summary
Read here funny special jokes for surati People.
Please Wait while comments are loading...